હનીફ માંજુ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,ભરૂચ:ઘરની બહાર રખડતા લોકોને પકડવા માટે રાજપીપલા પોલીસે ડ્રોન સર્વેલન્સથી ચેકિંગ હાથ ધરતાં રવિવારે કસબાવાડની મદરેસા એ ગોષીયા ફૈઝારેનઝામાં નમાઝ પઢતા લઘુમતી કોમના લોકો ઝડપાઇ ગયા હતાં. પોલીસે મૌલવી સહિત 34 સામે ધી એપેડેમીક એક્ટ હેઠળ ગુનો નોંધી તમામની ધરપકડ કરી હતી. કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે રાજ્યમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરાયું છે તેમ છતાં અનિવાર્ય સંજોગો સિવાય લોકો ઘરની બહાર ફરવા નીકળતાં રાજ્ય પોલીસવડાએ દરેક શહેર-જિલ્લામાં ડ્રોનથી સર્વેલન્સ ચાલુ કરાવી ગુનો નોંધવાની સૂચના આપી હતી. રાજપીપલા પોલીસે રવિવારે કસ્બાવાડ વિસ્તારમાં ડ્રોન કેમેરો ઉડાડી સમગ્ર વિસ્તારનું સર્વેલન્સ કરતાં મદરેસા એ ગોષીયા ફૈઝાનેરઝામાં કેટલાક લઘુમતી કોમના લોકો ઉપરના માળે જતાં હોવાનું દેખાયું હતું. પોલીસની ટીમો તુરંત જ સ્થળ પર પહોંચતા 40 બાય 60ના હોલમાં મૌલવી સહિત 34 લોકો નમાજ અદા કરી રહ્યા હતાં. નમાજ પૂરી થતાં જ પોલીસે તમામ વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો..
high light-કોની કોની સામે ગુનો નોંધાયો....
સુભાનીમીયા કાલુમીયા સૈયદ,અદાકતાલી સબબીરહુસૈંન સૌમરા,તાહીર નિઝમત મહમદ,યુનુસભાઇ અમીરભાઇ કુરેશી,મકબુલ અલ્લારખા ખીમર,ઈકબાલ અહેમદ નકુમ,હની ભાઈ નુરભાઈ મયુરી,ફીરોજખાન ગુલામહુસૈન સીમર,ઝુબેર ઇટ્યુબખાન પઠાણ,સદુદામહુસેન ઝાકીર હુસૈન શોખ,તૌસીફ એ પરમાર(ગરાસીયા)
high light-કોરોના મહામારીના લોકડાઉનમાં નર્મદા જિલ્લામાં ગંભીર બેરદકારી : ડ્રોન સર્વેલન્સના બીજા દિવસે રાજ્યમાં સૌથી મોટો ગુનો નોંધાયો
મહેબુબ મહોમદ ગરાસીયા,અતા ફહુસૈન સલીમભાઇ કુરેશી,જાહિદહુસેન ઉસ્માનભાઈ શોખ,ઈરફાનખાન પઠાણ,મુસ્તાકકીંગ ગુલાબ ખલીંફા,સાજીદ ઇબ્રાહિમ ભરી,અસ્લમ સબીર શોખ,મૌહિબ હનભાઈ મન્સુરી,જલભાઈ શાકભાઇ અજમેર,અનવર અહેમદ રાઠૌડ,નિઝામદિલાવર રાઠોડ,અપભાઇ અનવર પઠાણ,મુક્તાક ઇબ્રાહિમ મલેક,દિલાવર અહેમદભાઇ સાહી,ફીરોજ સરદારખાન સોલંકી,યુસુફભાઈ ગુલામનબી શેઠૌડ,ઈબ્દઇમ અહમદભાઈ રાઠૌડ,મહોમદ સાજીદ ઇસ્માઇલભાઈ,અહમદભાઈ કુરેશી,મોહિનખાન સબ્બીરભાઈ સોલંકી,ફારૂક આયુબ અજમેરી,ઈતિયાઝ ગની મન્સુરી,જુનેદ અશ્રુભ પઠાણ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500