હનીફ માંજુ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,ભરૂચ:હાલમાં સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ ભારત દેશમાં નોવેલ કોરોના વાયરસ ફેલાયેલ છે.જે અનુસંધાને નોવેલ કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે જીલ્લા કલેકટર મારફતે બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે ભરૂચ જીલ્લા પોલીસ તરફથી સુચના મળતા ભરૂચ શહેર "એ" ડીવીઝન પોલીસ દ્વારા જાહેરનામાની અમલવારી દરમ્યાનમાં ભરૂચ શહેર વિસ્તારમાં ડ્રોન કેમેરા થી હવાઈ નિરીક્ષણ રાખી જાહેરનામાના ભંગ કરનાર ઈસમો ઉપર કડકાઈ થી કાર્યવાહી કરવા અનુસંધાને શક્તિનાથ વિસ્તારમાં આવેલ સ્વસ્તિક નગર સોસાયટીમાં કેટલાક લોકો જાહેરનામા નો ભંગ કરી જાહેરમાં ક્રિકેટ રમતા હોય તેઓની ઉપર ડ્રોન કેમેરા મારફતે દેખ રેખ રાખી ને સાત જેટલા ઈસમોને જાહેરનામાના ભંગ કરતા ઈસમો વિરૂધ્ધમાં ઈ.પી.કો. કલમ ૨૬૯ ૧૮૮,તથા માં એ પેડેમીક ડીસીઝ એક્ટ ૧૮૯૩ ની કલમ ૩ તથા ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન ૨૦૨૦ ની કુલ ૧૩(૧) મુજબની કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ હતી.
high light-પકડાયેલ ઈસમો........
(૧) ધ્રુવ ભીખાભાઈ ચૌહાણ રહે,સ્વસ્તિક નગર સોસાયટી,લિંકરોડ,ભરૂચ
(૨) મેહુલ રાજેશભાઈ ચૌહાણ રહે,સ્વસ્તિક નગર સોસાયટી,લિંકરોડ,ભરૂચ
(૩) નિકુંજભાઈ મુકેશભાઈ મોદી રહે,નારાયણ નગર- ૨, શકિતનાથ,ભરૂચ
(૪) ધવલ પ્રફુલભાઈ મહેતા સ્વસ્તિક નગર,લિંકરોડ,ભરૂચ
(૫) વિશાલ હર્ષદભાઈ દુધવાલા રહે,સ્વસ્તિક નગર,લિંકરોડ, ભરૂચ
(૬) તિર્થેશકુમાર ભરતભાઈ શાહ રહે,સ્વસ્તિક નગર,લિંકરોડ,ભરૂચ
(૭) અંકુરભાઈ સુરેશભાઈ નાઈ રહે,સ્વસ્તિક નગર,લિંકરોડ,ભરૂચ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500