અમદાવાદ:‘કોરોનાને ‘લોકડાઉન’ કરવા માટે લોકસહકાર જરૂરી છે. ખાસ કરીને આવશ્યક સેવાના સ્થળે ભીડભાડ કરવાનું ટાળી ઓછામાં ઓછું એક મિટર અંતર રાખવાની વાત ભૂલવાની નથી. આમ તો, ‘ઘરે રહો, સુરક્ષિત રહો’ સુત્ર અપનાવીને સોસાયટીઓએ સંકલન કરીને રહીશો કામ વગર બહાર ન નીકળે તેની કાળજી લેવી પડશે. યુવા વર્ગે બહાર નીકળવાનું ટાળવા ઉપરાંત જીવનજરૂરી વસ્તુ ખરીદતી વખતે મહિલાઓએ સલામત અંતર રાખવું આવશ્યક છે. તો, પોલીસે પ્રજાજનોને સગવડ થાય તેવી કામગીરી કરવી તેવું મારૂં સૂચન છે.’ ગુજરાતમાં ‘લોકડાઉન’ જાહેર કરાયાના ૧૬ કલાકની સમીક્ષા કરતાં ગુજરાતના DGP શિવાનંદ ઝાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં પોલીસ વડાએ જણાવ્યું કે, આવશ્યક વસ્તુની ખરીદી માટે ભીડ એકત્ર થાય ત્યારે નાગરિકો વચ્ચે અંતર જળવાય તેની કાળજી દુકાનદારો રાખે. ખરીદી માટે એક જ સમયે બધા સાથે ન નીકળે તેવું આયોજન કરવું અને સોસાયટીએ તેમાં સંકલન કરવું જોઈએ. પોલીસને સૂચન છે કે, જીવનજરૂરી વસ્તુ લેવા નીકળેલા નાગરિકોને સગવડ તેવી કામગીરી કરે.‘રોગચાળાને લોકડાઉન’ કરવા માટે ‘લોકડાઉન’નો કડક અમલ જરૂરી છે. જરૂરી સેવામાં અપાયેલી છૂટછાટનો દુરુપયોગ ન કરતાં રોગચાળાની રોકથામ માટેની સામાજીક જવાબદારી સમજવાની આવશ્યકતા છે. જનતાની સેવા માટે પોલીસ રાત-દિવસ ખડેપગે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application