Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાતમાં 24 કલાકમાં કોરોના પોઝિટિવના પાંચ કેસ સામે આવ્યા:કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 38 થઈ ગયો

  • March 25, 2020 

ગાંધીનગર:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના પાંચ નવા કેસ નોંધાયા છે. અમદાવાદ, સુરતમાં અને વડોદરામાં એક-એક કેસ થયા છે. જ્યારે રાજકોટ ખાતે બે નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 38 થઈ ગયો છે.  આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ માહિતી આપતા જણાવ્યું હતું કે,રાજ્યમાં ત્રણ કેસ એવા થયા છે જે સ્થાનિક સંક્રમણના છે. આ લોકો વિદેશ ગયા નથી તેમ છતા તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ 14 કેસ નોંધાયા છે. સરકાર દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓની સારવાર માટે તમામને આઈસોલેશનમાં ખસેડી દીધા છે. રાજ્યમાં કુલ 20,688 દર્દીઓ ક્વોરન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે જે પૈકી 430 લોકોને સરકારી વ્યવસ્થા હેઠળ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. સરકારે 38 લોકોને ખાનગી સ્થળ પર ક્વોરન્ટાઈન હેઠળ રાખ્યા છે જ્યારે 20,220 લોકો જે વિદેશથી પરત ફર્યા હોય તેવા લોકોને તેમના ઘરે સરકારે ક્વોરન્ટાઈન હેઠળ રહેવા જણાવ્યું છે. સરકારે વિદેશથી પરત ફરેલા લોકોને 14 દિવસ સુધી ફરજિયાત ક્વોરન્ટાઈનમાં રહેવા આદેશ કર્યો છે તેમ છતા કેટલાકે આનું પાલન નહીં કરતા 147 લોકો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે.ગુજરાતમાં 24 કલાકમાં કોરોના પોઝિટિવના પાંચ કેસ સામે આવ્યા છે. રાજકોટમાં બે કેસ થયા છે જેમાં 36 વર્ષના પુરૂષનો સમાવેશ થાય છે જે દુબઈથી પરત ફર્યો હતો જ્યારે 75 વર્ષના એક શખ્સને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. રાજકોટમાં વૃદ્ધને લોકલ ટ્રાન્સમિશનથી ચેપ લાગ્યો હોવાનું જણાયું છે. અમદાવાદમાં 31 વર્ષની મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો છે જે તાજેતરમાં દુબઈ ગઈ હોવાનું ખુલ્યું છે. સુરત અને વડોદરામાં એક-એક કેસ પોઝિટિવ આવ્યા છે તે બન્ને લોકસ ટ્રાન્સમિશનના છે. સુરતમાં 62 વર્ષના પુરુષને તો વડોદરામાં 32 વર્ષના યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. High light-રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસો અમદાવાદ –14,સુરત –7,રાજકોટ –3,વડોદરા –7,ગાંધીનગર – 6,કચ્છ –1  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application