Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આજે રાતથી દેશભરમાં લૉકડાઉન લાગૂ,કોઈપણ વ્યક્તિ ઘરની બહાર નિકળી શકશે નહીં:વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી

  • March 24, 2020 

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોના વાયરસના અત્યાર સુધી 550 કરતા વધુ કેસ સામે આવ્યા છે. ગુજરાતમાં પણ કોરોના પીડિતોની સંખ્યા 35 પર પહોંચી ગઈ છે. દેશમાં કોરોના વાયરસને કારણે 10 લોકોના મોત થયા છે. દેશભરમાં લૉકડાઉન ચાલી રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો આ મહામારી સામે લડવા માટે સતત કાર્ય કરી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક સપ્તાહમાં બીજીવાર દેશની જનતાને સંબોધિત કરી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સંબોધન Live Updates - મને વિશ્વાસ છે કે દરેક ભારતીય સંકટની આ ઘડીમાં સરકાર, સ્થાનિક તંત્રના નિર્દેશોનું પાલન કરશે. 21 દિવસનું લોકડાઉન, લાંબો સમય છે, પરંતુ તમારા જીવનની રક્ષા માટે, તમારા પરિવારની રક્ષા માટે ખુબ મહત્વપૂર્ણ છે મારી તમને પાર્થના છે કે આ બીમારીના લક્ષણો દરમિયા, ડોક્ટરની સલાહ વગર કોઈ દવા ન લો. કોઈ પ્રકારની બેદરકારી તમારા જીવનને ખતરામાં મુકી શકે છે. - મેં રાજ્ય સરકારોને વિનંતી કરી છે કે આ સમયે તેની પ્રથમ પ્રાથમિકતા, માત્ર અને માત્ર સ્વાસ્થ્ય સેવાઓ હોવી જોઈએ, હેલ્થ કેયરની પ્રાથમિકતા હોવી જોઈએ. - તમે તે લોકો માટે પ્રાર્થના કરો જે તમારી સોસાયટી, તમારો શેરી, તમારા રસ્તા, જાહેર સ્થાનોને sanitize કરવાના કામમાં લાગ્યા છે, જેથી આ વાયરસનું નામો-નિશાન ન રહે. - તે ડોક્ટર, તે નર્સ, પેરા-મેડિકલ સ્ટાફ, pathologists વિશે વિચારો, જે આ મહામારીથી એક-એક જીવન બચાવવા માટે, દિવસ રાત હોસ્પિટલમાં કામ કરી રહ્યાં છે. - સાથીઓ, આ ધૈર્ય અને અનુશાસનનો સમય છે. જ્યાં સુધી દેશમાં લોકડાઉનની સ્થિતિ છે, આપણે સંકલ્પ નિભાવવાનો છે, આપણું વચન નિભાવવાનું છે. - આપણે તે પણ સ્વીકારવું જોઈએ કે આપણી સામે આ એક માર્ગ છે- આપણે ઘરથી બહાર નિકળવાનું નથી. જે પણ થાય ઘરમાં રહેવાનું છે. - વિચારો, પહેલા એક લાખ લોકો સંક્રમિત થવામાં 67 દિવસ લાગ્યા અને પછી તેને 2 લાખ લોકો સુધી પહોંચાડવામાં માત્ર 11 દિવસ લાગ્યા. તે વધુ ભયાનક છે કે બે લાખ સંક્રમિત લોકોથી ત્રણ લાખ લોકો સુધી બીમારી પહોંચવામાં માત્ર ચાર દિવસ લાગ્યા. આ કારણ છે કે ચીન, અમેરિકા, ફ્રાન્સ, જર્મની, સ્પેન, ઇટાલી-ઇરાન જેવા દેશમાં જ્યારે કોરોના વાયરસ ફેલાવાનું શરૂ થયું, તો સ્થિતિ બેકાબૂ થઈ ગઈ. - ભારત આજે તે સ્ટેજ પર છે જ્યાં આપણાં આજના પગલાં નક્કી કરશે તે આ મોટી આપદાના પ્રભાવને આપણે કેટલો ઓછો કરી શકીએ છીએ. આ સમયે આપણા સંકલ્પને વારંવાર મજબૂત કરવાનો છે. - તમારે તે યાદ રાખવાનું છે કે ઘણીવાર કોરોનાથી સંક્રમિત વ્યક્તિ શરૂઆતમાં સ્વસ્થ લાગે છે, તે સંક્રમિત છે તેનો ખ્યાલ આવતો નથી. તેથી સાવધાની રાખો, પોતાના ઘરોમાં રહો. - આવનારા 21 દિવસ આપણા માટે ખુબ મહત્વપૂર્ણ છે. હેલ્થ એક્સપર્ટસ પ્રમાણે, કોરોના વાયરસના સંક્રમણની સાયકલ તોડવા માટે ઓછામાં ઓછા 21 દિવસનો સમય ખુબ મહત્વનો છે. - મારો તમામ દેશવાસીઓને આગ્રહ છે કે આ 21 દિવસની અંદર કોઈ રોડ પર બહાર ન નિકળે. - ઘરમાં રહો, ઘરમાં રહો અને એક કામ કરો કે પોતાના ઘરમાં રહો. સાથીઓ, આજના નિર્ણયની દેશવ્યાપી લોકડાઉનની તમારા ઘરના દરવાજા પર એક લક્ષ્મણ રેખા ખેંચી દો. - ચોક્કસપણે આ લૉકડાઉનની એક આર્થિક કિંમત દેશે ઉઠાવવી પડશે. પરંતુ એક-એક ભારતીયના જીવનને બચાવવો આ સમયે મારી, ભારત સરકારની, દેશના દરેક રાજ્ય સરકારની, દરેક સ્થાનિક સંત્રની સૌથી મોટી પ્રાથમિકતા છે. - તેથી મારી તમને પાર્થના છે કે તમે આ સમયે દેશમાં જ્યાં છો, ત્યાં રહો. અત્યારની સ્થિતિને જોતા દેશમાં આ લોકડાઉન 21 દિવસનું હશે. - હિન્દુસ્તાનને બચાવવા માટે, હિન્દુસ્તાનના દરેક નાગરિકને બચાવવા માટે આજે રાત્રે 12 કલાકથી, ઘરની બહાર નિકળવા પર સંપૂર્ણ પણે પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે. - છેલ્લા બે દિવસની દેશના અનેક ભાગોને લૉકડાઉન કરી દેવામાં આવ્યા છે. રાજ્ય સરકારના આ પ્રયાસોને ખુબ ગંભીરતાથી લેવા જોઈએ. - આજે રાતથી દેશભરમાં લૉકડાઉન લાગૂ,કોઈપણ વ્યક્તિ ઘરની બહાર નિકળી શકશે નહીં. દેશભરમાં 21 દિવસ સુધી લાગુ રહેશે લૉકડાઉન. - કોરોનાથી બચવા આ સિવાય કોઈ વિકલ્પ નથી. કોઈ રસ્તો નથી. કોરોના ફેલાવાથી રોકવાનો છે, તો આ સંક્રમણની સાયકલને તોડવી પડશે. - આ તમામ દેશોના બે મહિનાના અભ્યાસથી જે તારણ સામે આવ્યું છે અને નિષ્ણાંતો પણ તે કહી રહ્યાં છે કે કોરોનાનો પ્રભાવી સામનો કરવા માટે એકમાત્ર વિકલ્પ છે- સોશિયલ ડિસ્ટેન્સિંગ - કેટલાક લોકોના ખોટા વિચાર, બેજવાબદાર પણું, તમને તમારા બાળકોને, તમારા માતા-પિતા, તમારા પરિવાર, તમારા મિત્ર અને દેશને મોટી મુશ્કેલીમાં મુકી દેશે. જો આવું બેજવાબદારી જાળવી રાખશો તો દેશે ખુબ મોટી કિંમત ચુકવવી પડશે. - કોરોનાથી બચવાની એકમાત્ર રીત પોતાના ઘરમાં રહેવાની છે. આ સિવાય કોરોનાની કોઈ દવા નથી. જો કોરોનાને રોકવો હોય તો આપણે ઘરમાં રહીને તેની સાયકલને રોકવી પડશે. - કોરોના વૈશ્વિક મહામારી છે. વિશ્વના વિકસિત દેશો પણ તેની સામે લાચાર છે. - 22 માર્ચે જનતા કર્ફ્યૂ સફળ રહ્યું. તે માટે દેશની જનતા ધન્યવાદને પાત્ર છે. પીએમે કહ્યું કે, લોકોએ જવાબદારીથી પોતાનું યોગદાન આપ્યું છે. પરીક્ષાની ઘડીમાં દેશ એકસાથે આવ્યો.(સાભર)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application