મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં સ્થિત તુલજા ભવાની મંદિરમાં છેલ્લા સાત દિવસથી મંદિરમાં આવેલા દાનની ગણતરી ચાલી રહી છે. આ માટે લગભગ 35 લોકોની ટીમ સવારે 10 વાગ્યાથી કામ કરવાનું શરૂ કર્યું છે. સીસીટીવી કેમેરા સામે દાન પેટીઓ ખોલવામાં આવી રહી છે અને પૈસાની ગણતરી કરવામાં આવી રહી છે જેથી દરેક પૈસાનો હિસાબ થાય. તેમજ આ દાનની ગણતરી માટે 35લોકોની ટીમ 35-40 કેમરા વચ્ચે નવ કલાક કામ કરી રહી છે.
મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં સ્થિત તુલજા ભવાની મંદિરમાં આવેલા દાનની ગણતરી છેલ્લા એક સપ્તાહથી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 207 કિલો સોનું, 1280 કિલો ચાંદી અને 354 હીરા મળી આવ્યા છે. હજુ 15 દિવસ સુધી આ ગણતરી ચાલુ રહેશે. દર 15 વર્ષમાં એકવાર મંદિરમાં ચઢાવવામાં આવતા દાનની ગણતરી કરવામાં આવે છે. તુલજા ભવાની મંદિરમાં આવેલા દાનની છેલ્લા એક સપ્તાહથી ગણતરી ચાલી રહી છે. અત્યાર સુધી જે દાન આવ્યું છે તે જોઈને મંદિર પ્રશાસન ખૂબ જ ખુશ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હજુ પણ ગણતરીમાં ઘણું બધું બાકી છે તેમાં લગભગ બે અઠવાડિયાનો સમય લાગી શકે છે.
મંદિરના અધિકારીએ જણાવ્યું કે હાલમાં તુલજા ભવાની મંદિરમાં છેલ્લા સાત દિવસથી દાનની ગણતરીનું કામ સતત ચાલી રહ્યું છે. નોટો અલગથી ગણવામાં આવી રહી છે, જ્યારે સોના-ચાંદીના ઘરેણાનું અલગ-અલગ વજન કરવામાં આવી રહ્યું છે.તે જ સમયે, તુલજા ભવાની મંદિરના જનસંપર્ક અધિકારી વિશ્વાસ કદમે જણાવ્યું હતું કે લગભગ 35 લોકોની ટીમ સવારે 10:00 થી સાંજે 6:30-7:00 વાગ્યા સુધી પ્રસાદની ગણતરી કરે છે. પૈસા અને જ્વેલરીને અલગ કરવામાં પણ ઘણો સમય લાગે છે. આ નવ કલાકના કામ દરમિયાન મંદિર દ્વારા કાર્યકારી ટીમના લોકોને ભોજન અને નાસ્તો પણ આપવામાં આવે છે. જે જગ્યાએ દાનની ગણતરી કરવામાં આવી રહ્યી છે ત્યાં 35-40 કેમેરા લગાવવામાં આવ્યા છે. આ એટલા માટે છે કે એક-એક પૈસા હિસાબ રહે.જણાવી દઈએ કે તુલજા ભવાની મંદિર ઔરંગાબાદથી લગભગ 280 કિલોમીટર દૂર છે. દર વર્ષે લાખો ભક્તો મંદિરમાં દર્શન કરવા આવે છે. તુલજા ભવાની મહારાષ્ટ્રની કુળદેવી છે. અહીં દેવીની મૂર્તિથી 5 ફૂટ દૂર 'ચોપદાર દરવાજો' બનાવવામાં આવ્યો છે. VIP લોકોને આ દરવાજા દ્વારા તુલજા ભવાની માતાના દર્શન કરાવવામાં આવે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500