Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લીમડો ઘર આંગણાની ઉત્તમ ઔષધિ:ચૈત્ર માસની શરૂઆતમાં લીમડાના ફુલ એટલે કે મોર ને પાણીમાં પલાળી વહેલી સવારે પીવાથી આખુ વર્ષ તાવથી બચી શકાય છે,વાંચો વિશેષ અહેવાલ

  • March 24, 2020 

Tapimitra News-લીમડો આપણું ઘર આંગણાંનું ઉત્તમ ઔષધિય વૃક્ષ છે. જુની પેઢીના લોકો અથવા આપણાં પૂર્વજો પાસેથી આપણે ઘરગથ્થુ ઉપચારને સાચવી લેવાની તકેદારી રાખી નથી એટલે આજે આપણે સૌ માનવજાત અસંખ્ય અસાધ્ય રોગના ભોગ બન્યા છે. હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ COVID- 19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે.ભારત સરકારશ્રી અને ગુજરાત સરકારશ્રી દ્વારા નોવેલ કોરાના વાયરસ ફેલાતો અટકાવવા માટે અનેકવિધ પગલા લેવામાં આવ્યા છે. આ ધરતી ઉપર સૌથી પહેલા આયુર્વેદ થી જ સારવાર પધ્ધતિ અમલમાં હતી.કાળક્રમે શિક્ષણના વ્યાપ ને કારણે આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજી ના સમન્વયથી ઘણી બધી શોધો થઇ અને માનવજાતને ખૂબ જ ઉપયોગી સાબિત થઇ છે. આપણાં પૂર્વજો ધણું બધુ ઔષધિય જ્ઞાન ધરાવતા હતા. પરંતુ આપણે આ જ્ઞાન પ્રત્યે નિષ્કાળજી રાખી છે. અને અમૂલ્ય જ્ઞાન ગુમાવી રહયા છે. આજે સમગ્ર વિશ્વ કોરોના વાઇરસથી બચવા ભરપૂર પ્રયાસ કરી રહયા છે. નવા નવા રોગો સામે લડવા માટે આપણે ઔષધિય જ્ઞાનને પણ ખોળવુ પડશે. ત્યારે લીમડાની ઔષધીરૂપે પૂર્વજો દ્વારા જાણવા મળેલી માહિતી રજુ કરૂં છું. કડવો લીમડો કડવા ગુણધર્મ ધરાવે છે. જેના કારણે આપણે તેનાથી દુર રહીએ છીએ. પરંતુ લીમડો એક ઉત્તમ ઔષધિ છે. ચૈત્ર માસ ની શરૂઆતમાં જ લીમડાના વૃક્ષને ફુલો એટલે કે મોર આવે છે. આ ફુલને આપણે તોડી રાત્રે સ્વચ્છ પાણીથી ધોઇને એક ગ્લાસ પાણીમાં પલાળવા મુકી દેવા. વહેલી સવારે નરણાં કોઠે આ ફુલવાળુ પાણી ગાળીને પી જવાથી આપણે વર્ષભર નિરોગી રહી શકીએ છીએ. ચૈત્ર માસની શરૂઆતના પ્રથમ દિવસે આખો દિવસ મીઠુ એટલે કે નમક નો ત્યાગ કરવો જોઇએ. દિવસ દરમિયાન લેવાતા ભોજનમાં સહેજ પણ મીઠુ નાંખવુ જોઇએ નહીં. બની શકે તો દિવસમાં ત્રણ ચાર વાર પણ લીમડાના ફુલવાળુ પાણી પીવાથી આપણે વર્ષભર તાવથી દુર રહી શકીએ છે. જો આપણે ચૈત્રના પ્રથમ દિવસે આ પાલન કરવાનું ચૂકી જઇએ તો ત્રણ દિવસ સુધી મીઠુ નહીં લેવાનું અને એ પણ ચુકી જવાય તો સતત પાંચ દિવસ સુધી ભોજનમાં મીઠાનો ત્યાગ કરવો જોઇએ. આપણે મીઠા વગરનું ભોજન કરતા જ નથી એટલે શરૂઆતનો પહેલો દિવસ પાલન કરી લેવું ખૂબ જ હિતાવહ છે. આયુર્વેદિક જ્ઞાન ધરાવતા જાણકારો કહે છે કે તાવ ઘણાં પ્રકારના આવે છે. જેમ કે કમળાનો તાવ,શરદી-ખાંસી-તાવ,પાણીનો તાવ,મેલેરિયા જેવા જુદી જુદી જાતના તાવ માણસને આવે છે. આમ સામાન્ય રીતે નાની બીમારીઓ સમજી આપણે તેને સામાન્ય ગણી બહું ધ્યાને લેતા નથી. અને જરૂરી સારવાર પણ કરાવતા નથી. અને મોટી બિમારીનો ભોગ બનીએ છીએ. પહેલાના લોકો હંમેશા લીમડા,કરંજ,બાવળ,વડની વડવાઇ,ખાખરો જેવા વૃક્ષના દાંતણ કરતા જેના કારણે તેઓના દાંત ખૂબ જ મજબૂત રહેતા હતા. આજે આપણે દાતણથી દુર થતા ગયા અને આધુનિક બન્યા એટલે બ્રશનો જ ઉપયોગ કરતા થયા તેમ દાંતના રોગો અને દવાખાના પણ વધ્યા. High light-આજે ચૈત્ર માસની શરૂઆતથી આપણે તકને ઝડપી લઇ લીમડાના ફુલોવાળુ પાણી પી લઇએ અને વર્ષભર નિરોગી બની તંદુરસ્ત જીવન જીવીએ. (અહેવાલ-અલ્કેશભાઈ ચૌધરી-સુપરવાઇઝર-ડાંગ જિલ્લા માહિતી ખાતું)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application