Tapimitra News-Bardoli-સરદાર નગરી તરીકે ઓળખાતી બારડોલી શહેરમાં સુગર ફેકટરીના સંચાલકો કોરોના વાયરસની ગંભીરતા સમજી શકતા ન હોવાનું સામે આવ્યું છે, રાત્રીના 12 કલાક થી રાજ્યમાં લોકડાઉન સ્થિતિ નું એલાન કરી દેવાયું હોવાછતાં બારડોલીના બાબેન માર્ગ પર ધમધમતી સુગર ફેકટરીના સંચાલકોમાં જાગૃતિનો અભાવ જોવા મળ્યો હતો,આજરોજ રીયાલીટી ચેકીંગ દરમીયાન સુગર ફેકટરી ચાલુ સ્થિતિમાં જોવા મળી હતી ફેક્ટરી માં કામ કરતા કર્મચારીઓ મોટી સંખ્યા માં ફેકટરી માંથી અવર જવર કરતા નજરે પડ્યાં હતાં. કેટલાક કર્મચારીઓએ તો મોઢે માસ્ક સુધ્ધાં પહેર્યું ન હતું.જેને લઇ સુગર ફેકટરીમાં કામ કરતા કર્મચારીઓના માથે કોરોના વાયરસ રૂપી મોટો ખતરો મંડરાઈ રહ્યો છે.
રાજ્યના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝા સાહેબે પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર ગુજરાતમાં લોકડાઉન રાખવા આદેશ આપી જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે.અને તેને કડક અમલ કરવા પોલીસને છૂટ પણ આપવામાં આવી હોવાછતાં સરદાર નગરી તરીકે ઓળખાતી બારડોલી શહેરના બાબેન માર્ગ પર ધમધમતી સુગર ફેકટરીમાં જાગૃતિ નો અભાવ જોવા મળ્યો હતો.ત્યારે રાજ્યના પોલીસવડા શ્રી શિવાનંદ ઝા સાહેબ આ બાબતે ગંભીરતા દાખવી આપવામાં આવેલ આદેશનું કડક પાલન કરાવે તે જરૂરી બની ગયું છે.અન્યથા બારડોલી પંથકમાં કોરોના વાયરસની સ્થિતિ વધુ વિકટ બને તેવી શકયતા વ્યક્ત કરાઇ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application