Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

News Update:ધોરણ ૧થી ૮ અને ૧૧ ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવી શકે છે પરંતુ હાલ આ મામલે નિર્ણય લેવાયો નથી.

  • March 24, 2020 

Tapi mitra News-ગાંધીનગર:ગાંધીનગરમાં સીએમની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ધોરણ ૧ થી ૯ અને ધોરણ ૧૧ માં માસ પ્રમોશન આપવા મામલે વિચારણા કરવામાં આવી હતી.માસ પ્રમોશન આપવાની જાહેરાત મામલે સ્પષ્ટતા આવી શિક્ષણ વિભાગે કહ્યું- સરકારે કોઇ નિર્ણય નથી લીધો કોરોનાના પગલે ગુજરાતના કેટલાક જિલ્લાઓને લોકડાઉન જાહેર કર્યા છે. ત્યારે રાજ્ય સરકારે ધોરણ ૧ થી ૮ અને ૧૧ ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે તેવી ચર્ચા ચાલી હતી. પરંતુ હાલ આ મામલે નિર્ણય લેવાયો નથી. ધોરણ ૧ થી ૯ અને ૧૧માં માસ પ્રમોશનનો મામલે શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે. જેમાં તેમણે કહ્યું કે, હજુ સુધી સરકારે આવો કોઈ નિર્ણય લીધો નથી. હાલના તબક્કે આ બાબત વિચારણા હેઠળ છે. આગામી દિવસોમાં વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવાશે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવાશે.શિક્ષણ વિભાગના ૪-૨-૨૦૨૦ના ઠરાવની જોગવાઈ પ્રમાણે નવુ શૈક્ષણિક વર્ષ એપ્રિલ માસથી શરૂ કરવાનું રહેતું હતું તેના બદલે અગાઉ મુજબ વેકેશન પૂર્ણ થયા બાદ નવું સત્ર શરૂ કરવાનું રહેશે.જે શિક્ષકોને સ્થાનિક તંત્ર દ્વારા કોઈ કામગીરી સોંપવામાં આવી ન હોય અને લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હોય તો તે વિસ્તારના શિક્ષકોએ શાળાએ જવાની જરૂર નથી. પરંતુ સ્થાનિક તંત્ર દ્વારા કોઇ કામગીરી સોંપવામાં આવે તો તે કામગીરી બજાવવા માટે સ્ટેન્ડ બાય તરીકે રહેવા તરીકે રહેવાનું રહેશે.જે શિક્ષકોને સ્થાનિક તંત્ર દ્વારા કોઇ કામગીરી સોંપવામાં આવી હોય તો તે કામગીરી સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. ખાનગી શાળાઓના શિક્ષકો અને બિન શૈક્ષણિક કર્મચારીઓને શાળાએ આવવા માંથી મુક્તિ આપવામાં આવે છે.મહત્વનું છે કે, કોરોના વાયરસના મુદ્દે CM નિવાસસ્થાને બેઠક મળી હતી. CM રૂપાણીની અધ્યક્ષતામાં કોરોના મામલે ચર્ચા થઇ હતી. DyCM અને ગૃહમંત્રી સહિતના મંત્રીઓ પણ હાજર રહ્યા હતા. રાજ્યના મુખ્ય સચિવ, આરોગ્ય અગ્રસચિવ હાજર રહ્યા હતા


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application