Tapimitra News-સુરતઃકોરાની વાયરસ અંગે આપવામાં આવેલા દિશાનિર્દેશ પ્રમાણે સુરત શહેર અને જિલ્લામાં હેન્ડ માસ્ક તથા હેન્ડ સેનેટાઇઝરમાં વધુ ભાવો લેવા બાબતે કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા વિભાગ દ્વારા ‘ધી લીગલ મેટ્રોલોજી એક્ટ-૨૦૦૯’ અંતર્ગત ચકાસણી કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ૮૬ જેટલા મેડિકલ સ્ટોરોની ચકાસણી કરવામાં આવી છે. જેમાં શહેર તથા જિલ્લામાં તા.૨૧મીના રોજ ૯ મેડીકલ સ્ટોર્સની તપાસણી કરવામાં આવી હતી. જિલ્લા પુરવઠા વિભાગના માર્ગદર્શન હેઠળ અને મદદનીશ કમિશનર, ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા વિભાગ દ્વારા સુરતના મેડીકલ સ્ટોર્સની ઓચિંતી તપાસણી હાથ ધરવામાં આવી હતી. સુરત શહેરના નાનપુરા, સરથાણા અને ડુંભાલ વિસ્તારના નવ મેડીકલ સ્ટોરની તપાસણી કરવામાં આવતાં (૧) ડાયમંડ મેડીકલ સ્ટોર, સરથાણા (૨) મકાણી ફાર્મસી, સરથાણા (૩) મેસર્સ પાર મેડિકોલ, નાનપુરા, સુરત (૪) યુનિવર્સલ ફાયર એન્ડ સેફટી સોલ્યુશન ડુંભાલ એમ ચાર મેડીકલ સ્ટોર સામે ફેસ માસ્ક તથા હેન્ડ સેનેટાઇઝરમાં નફાનો ગાળો વધુ રાખી વધુ ભાવ લેવામાં આવતું હોવાનું તપાસમાં જણાતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રૂ.૨૦,૦૦૦/- નો દંડ સ્થળ પર વસુલ કરવામાં આવ્યો છે.ઉપરાંત, સુરતના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના નિરીક્ષકો દ્વારા બમરોલી વિસ્તારમા; વેલનોન પ્રોડકટસ, હરીઓમ ઈન્ડ. સોસાયટી-૨, બમરોલીના ઉત્પાદક ને ત્યાં માસ્કના પેકીંગ પર નેટ કવોલન્ટીટી, છાપેલી કિંમત, પેકીંગ તારીખ વગેરે દર્શાવેલ ન હોવાનું માલુમ પડતા ધી લીગલ મેટ્રોલોજી એકટ-૨૦૦૯ અન્વયે કમલ૧૮(૧) મુજબ ગુનો નોંધી કાયદેસ.રની કાર્યવાહી હાથ ધરી રૂા.૨૫૦૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. હાલમાં કોરોના વાયરસને ધ્યાને રાખી જિલ્લા પુરવઠા અધિકારીની સુચના મુજબ મદદનીશ મદદનીશ કમિશનરશ્રી ફુડ એન્ડ ડ્રગ્સ તથા મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન કચેરી દ્વારા તપાસણી કાર્યાવહી કરવામાં આવી રહી છે. તેમ કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી દ્વારા જણાવાયું છે.
high light-બમરોલી ખાતે આવેલી વેલનોન પ્રોડકટસ માસ્કના પેકીંગ બાબતે રૂા.૨૫ હજારનો દંડ..
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500