તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીના વધુ ૮ નવા કેસ મળી આવ્યા છે. આજે વધુ ૪૬ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. હાલ ૨૦૬ દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
મળતી માહિતી અનુસાર તા.૨૩મી ના રોજ તાપી જિલ્લામાં કોરોનાના વધુ ૮ કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં આજદિન સુધી કોરોના પોઝીટીવના કુલ ૩૭૯૩ કેસો નોંધાઈ ચુક્યા છે. અત્યાર સુધી કુલ ૩૪૬૭ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે ૯૪૨ સેમ્પલ લેવામાં આવ્યા છે.
વધુ ૧ દર્દીનું મોત નિપજ્યું, કુલ મૃત્યુ આંક ૧૨૦ થયો
વ્યારા તાલુકાના આમ્બીયા ગામના મંદિર ફળિયાના ૭૦ વર્ષીય વૃદ્ધનું કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણસર મોત નિપજ્યું હોવાની આરોગ્ય વિભાગે માહિતી આપી છે. જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૧૦૨ દર્દીઓ મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૧૮ દર્દીઓના મોત સાથે આજદિન સુધી જિલ્લામાં કુલ ૧૨૦ દર્દીઓના મોત નિપજ્યા છે.
તાપી જિલ્લામાં રવિવારે નોંધાયેલ કોરોનાના નવા ૮ કેસ
- ૫૫ વર્ષિય મહિલા – બસ સ્ટોપ ફળિયું –પાટીબંધારા,તા.ઉચ્છલ
- ૧૫ વર્ષિય કિશોર – ડુંગરી ફળિયું – બરડીપાડા,તા.ડોલવણ
- ૬૦ વર્ષિય મહિલા – પંચોલ – ડુંગરી,તા.ડોલવણ
- ૮૨ વર્ષિય મહિલા – બાજીપુરા,તા.વાલોડ
- ૬૦ વર્ષિય પુરુષ – કણજોડ ,તા.વાલોડ
- ૧૦ વર્ષિય બાબો– બાજીપુરા,તા.વાલોડ
- ૩૫ વર્ષિય મહિલા – બાજીપુરા,તા.વાલોડ
- ૫૧ વર્ષિય મહિલા – વાલોડ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500