Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

યુનિવર્સલ માર્કેટના વેપારી પાસેથી ૨૨.૦૯ લાખની કુર્તિનો માલ ખરીદ્યા બાદ વડોદરાના વેપારી દ્વારા ઠગાઈ

  • March 22, 2020 

Tapimitra News-સુરત:રીંગરોડ યુનિવર્સલ માર્કેટમાં ગુરુમાં ક્રિએશનના નામે ધંધો કરતા વેપારી પાસેથી વડોદરાના વાઘોડીયા રોડ ખાતે ધંધો કરતા ત્રણ વેપારી સહિત દલાલે કુલ રૂપિયા ૨૨.૦૯ લાખનો કુર્તિનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહી આપી છેતરપિંડી કરી હતી. સુત્રો અનુસાર પાલ સ્તુતિ યુનિવર્સલમાં રહેતા નિરજ રામસિંગ ગોયેલ રીંગરોડની યુનિવર્સલ માર્કેટમાં ગુરુમાં ક્રિએસનના નામે દુકાન ધરાવે છે. નિરજ પાસેથી જુન ૨૦૧૯માં વડોદરાના વાઘોડીયા રોડ કાતે શ્રી નાથજી ટ્રેડર્સના પ્રોપાયટર અસોક દોલતરામ મોનાણી, માયોમેનના પ્રોપાયટર દિનેશ કાવરાણી, શ્રી સિદ્રી વિનાયક ફેશનના લક્ષ્મણ દોલતરામ મોનાની અને દલા રોહીત બાબુ શર્માએ લોભામણી અને લલચામણી વાતો કરી પોતાના જાસામાં ફસાવ્યા હતા. ત્યારબાદ ૬૦થી ૯૦ દિવસમાં પૈસા ચુકવી આપવાની બાંહધરી આપી અલગ અલગ બીલ ચલણોથી કુલ રૂપિયા ૨૨,૦૯,૭૨૧નો કુર્તિનો માલ ખરીદ્યો હતો. ત્યારબાદ નક્કી કરેલ મર્યાદામાં પેમેન્ટ નહી ચુકવતા નિરજ દ્વારા ઉઘરાણી માટે ફોન કરતા શરુઆતમાં પેમેન્ટ કરી દેવાના ખોટા વાયદાઓ આપી સમય પસાર કરી પેમેન્ટ નહી ચુકવી ઠગાઈ કરી હતી.જેથી  નિરજભાઇએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application