Tapimitra News-સુરત:સરથાણા જકાતનાકા ભગવાનગર ચોકમાં વિકાસ શોપર્સમાં આવેલી દુકાન એકવાર વેચાણ કરી દીધી હોવા છતાંયે બિલ્ડરો દ્વારા ફરી આ દુકાન વેપારીને વેચાણ કરી રૂપિયા ૬૭.૬૦ લાખ પડાવી લીધા હતા અને દસ્તાવેજ બનાવી નહી આપી કે પૈસા પરત નહી કરી છેતરપિંડી કરી હતી. અલથાણા ચાઈનાગેટ ખાતે રહેતા રાજ જયેશ ઈડા વેપાર ધંધા સાથે સંકળાયેલા છે. રાજ ઇડાએ ઓક્ટોબર ૨૦૧૯માં વિકાસ પ્રોકોન પ્રા.લી.કંપનીના ડિરેકટર અરવિંદ મકા ગડેરા અને વરાછા લક્ષ્મી નગર સોસાયટીમાં રહેતા હિમ્મત લાલજી સોજીત્રા પાસેથી તેમના સરથાણા જકાતનાકાત ભગવાનગર ચોક ખાતે વિકાસ શોપર્સમાં દુકાન નંબર-જી-૩ ખરીદી હતી જેના રૂપિયા ૬૭,૬૦,૮૩૨ પણ ચુકવી આપ્યા હતા જાકે આરોપીઓ પૈસા લીધા બાદ દસ્તાવેજ બનાવી આપતા ન હતા તે દરમિયાન રાજ ઈડાએ તપાસ કરતા બિલ્ડર અરવિંદ અને હિમ્મતે આ દુકાનના અગાઉથી સંતોષ રામગોપાલ સરાફને સાટાખત કરી આપ્યા હતા છતાંયે રાજને ટાઈટલ ક્લીયર હોવાનો અને દસ્તાવેજ કરી આપવાનો વિશ્વાસ અને ભરોસો આપી દુકાન વેચાણ કરી હતી અને દુકાનના પૈસા લીધા બાદ દસ્તાવેજ બનાવી નહી આપી કે લીધેલા પૈસા પરત નહી આપ્યા હતા. રાજ ઈંડના ખ્યાલ આવી ગયો કે આરોપીઓ તેમની સાથે ઠગાઈ કરી છે જેથી ફરિયાદ નોધાવતા પોલીસે અરવિંદ અને હિમ્મત સોજીત્રા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application