Tapimitra News-સુરત:રસ્તે ચાલતા રાહદારીઓના હાથમાંથી મોબાઈલ સ્નેચીંગ કરતા બે રીઢા મોબાઈલ સ્નેચરોને કાપોદ્રા પોલીસે ઝડપી પાડી તેમની પાસેથી પાંચ મોબાઈલ અને ચોરીની બાઈક મળી કુલ રૂપિયા ૬૫ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક પુછપરછમાં આરોપીઓએ તેમની ચાર જણાની ટોળકી છે જેમાંથી ઝડપાયેલા બંને આરોપીઓ ચોરીની બાઈક પર મોબાઈલ સ્નેચીંગ કરતા જયારે અન્ય બે આરોપીઓ રાત્રીના સમયે બાઈક લઈને ઘરફોડ ચોરી કરવા જતાં હોવાની કબુલાત કરી છે. કાપોદ્રા પોલીસના પીઆઈ એમ.કે.ગુર્જરની સુચના અને માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.એમ.કરમટા,હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ રાયમલ સહિતના માણસો પેટ્રોલીંગમાં હતા તે વખતે પોલીસને બાતમી મળી હતી કે,ચોરીના મોબાઇલ અને બાઇક સાથે બે યુવાનો ફરી રહ્યા છે. આ હકીકતના આધારે પોલીસે વોચ ગોઠવી મોબાઇલ સ્નેચીંગમાં સંડોવાયેલા અને કોસાડ આવાસમાં રહેતા ૨૨ વર્ષીય અલ્પેશ ભુપત દેવીપૂજક અને ૨૦ વર્ષીય અજય વિજય રાજકોટિયાને ઝડપી પાડી તેમના પાસેથી ચોરીના પાંચ મોબાઈલ અને ચોરીની બાઈક મળી કુલ રૂપિયા ૬૫ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીઓની પ્રાથમિક પુછપરછમાં અમરોલી અને વરાછાનો ગુનાનો ભેદ ઉકેલાયો છે. આરોપીઓ સાથે અન્ય બે સાગરીત અરવિંદ ભોજૈયા અને સંજય ચુડાસમાં પણ છે. ટોલકી પૈકી અલ્પેશ અને અજપ ચોરીની બાઈક પર રાહદારીઓના હાથમાંથી મોબાઈલ સ્નેચીંગ કરતા જયારે અરવિંદ અને સંજય ચોરીની બાઈક લઈને રાત્રીના સુમારે ઘરફોડ ચોરી કરવા માટે નિકળતા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application