Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

nirbhaya case:ચારેય દોષિતોને એક સાથે ફાંસીના માચડે લટકાવાયા

  • March 20, 2020 

નવી દિલ્હી:નિર્ભયા કેસ માં દોષિતોને દિલ્હીની તિહાર જેલમાં ફાંસી આપી દેવામાં આવી. ચારેય દોષિતો તો નિર્ભયા કેસમાં દોષિતો અક્ષય ઠાકુર, પવન ગુપ્તા, મુકેશ સિંહ અને વિનય શર્માને નક્કી કરાયેલ સમય મુજબ સવારે ૫:૩૦ કલાકે ફાંસી આપવામાં આવી.તમામના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ૧૬-ડિસેમ્બહર,૨૦૧૨ના રોજ દિલ્હીમાં નિર્ભયાની સાથે બર્બતાપૂર્વક ગેંગરેપ થયો હતો. આ ઘટનાને સમગ્ર દેશવાસીઓને ચોંકાવી દીધી હતી. ગત સાત વર્ષોથી પણ વધુ સમયથી નિર્ભયાની માતા આશાદેવી ઈન્સાફ માટે લડાઈ લડી રહી હતી. આજે નિર્ભય અને તેના સમગ્ર પરિવારને ન્યાય મળ્યો છે. દોષિતોના વકીલ એપી સિંહે અંતિમ સમય સુધી ચારેય દોષિતોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો અને રાત્રે ૧.:૨૫ કલાકે સુપ્રિમ કોર્ટના રજિસ્ટ્રરના ઘરે પહોંચ્યા હતા. વકીલ એપી સિંહે પોતાની અરજી રજિસ્ટ્રાર સામે રાખી હતી અને ફાંસી પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી હતી. તેના બાદ સુપ્રિમ કોર્ટમાં અડધી રાત્રે જજના ઘરે પહોંચ્યા હતા અને સુનવણી શરૂ કરી હતી. એપી સિંહે સુપ્રિમ કોર્ટમાં દોષિત પવનની ઘટનાના સમયે સગીર હોવાની વાત રાખી હતી, પરંતુ સુપ્રિમ કોર્ટે તમામ પ્રકારની દલીલો નકારી કાઢી હતી. જેના બાદ દોષિતોનો ફાંસી આપવાનો રસ્તો સાફ થયો હતો.દિલ્હી હાઈકોર્ટે દોષિતોની ફાંસી રોકવા માટે દાખલ અરજીને અડધી રાત્રે નકારી કાઢી હતી. કોર્ટે એ દલીલને નકારી કાઢી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે કોર્ટમાં આ મામલામાં અનેક અરજીઓ દાખલ છે. હાઈકોર્ટે કહ્યું કે, અરજીને કોઈ આધાર આપવામાં આવ્યો નથી. તે વગર કોઈ ઈન્ડેક્સ, તારીખોની લિસ્ટ,પાર્ટીના મેમો અને એફિડેવિટને દાખલ કરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application