લખનઉ : ઉન્નાવ દુષ્કર્મ પીડિતાના પિતાની હત્યા કેસમાં કુલદીપ સિંહ સેંગર સહિત સાતેય દોષિતોને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે. દિલ્હીની તીસ હજારી કોર્ટે તેની સાથે જ 10 લાખ રૂપિયા દંડની સજા પણ ફટકારી છે. કોર્ટે એમ પણ કહ્યું કે, દંડની રકમ પીડિતાને આપવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે જેમને સજા ફટકારવામાં આવી છે તેમાં બે ઉત્તર પ્રદેશ પોલીસના અધિકારીઓ પણ છે. એક તે સમયે માખી પોલીસ સ્ટેશનના SHO હતા, અને બીજા તે સમયે માખી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટ હતા. સીબીઆઈ (CBI)એ આ મામલામાં દોષિતોને મહત્તમ સજા આપવાની માંગ કરી હતી. આ પહેલા ઉન્નાવ દુષ્કર્મ કેસ માં સીબીઆઈની વિશેષ કોર્ટે ભારતીય જનતા પાર્ટી બીજેપીથી બરતરફ કરાયેલા પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગરને આજીવન કેદની સજા સંભળાવી હતી. આ બીજી એફઆઈઆર હતી, જેમાં કોર્ટે સજા સંભળાવી છે. આ મામલામાં તીસ હજારી કોર્ટે 11 આરોપીઓ માંથી 4 આરોપીને દોષમુક્ત જાહેર કર્યા છે. જ્યારે 7 લોકો દોષી કરાર કરવામાં આવ્યા હતા. કુલદીપ સિંહ સેંગર, સબ ઇન્સ્પેક્ટર કામતા પ્રસાદ, એસએચઓ અશોકસિંહ ભદૌરિયા, વિનીત મિશ્રા ઉર્ફ વિનય શર્મા, બીરેન્દ્ર સિંહ ઉર્ફે બઉવા સિંહ,શશી પ્રતાપ સિંહ ઉર્ફ સુમન સિંહ, જયદીપ સિંહ ઉર્ફ અતુલ સિંહને દોષી કરાર કર્યા હતા. સાતેય દોષિતોને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500