Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દિલ્હીમાં ભારતીય વાયુ સેનાને હવાઈ સુરક્ષા માટે મોટી જવાબદારી સોંપવામાં આવી

  • September 08, 2023 

ભારતની યજમાનીમાં થઈ રહેલા G20 શિખર સંમેલનમાં દુનિયાના 20 દેશોના નેતા દેશની રાજધાની દિલ્હીમાં આવવા લાગ્યા છે આ માટે સમગ્ર દિલ્હીમાં કડક સુરક્ષા રાખવામાં આવી છે તેમજ શહેર હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. આ G20 શિખર સંમેલનને લઈને દેશની રાજધાનીમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી છે ત્યારે દિલ્હીમાં ભારતીય વાયુ સેનાને હવાઈ સુરક્ષા માટે મોટી જવાબદારી સોંપવામાં આવી છે. આ માટે ઈન્ડિય એરફોર્સે વિશેષ પ્લાન બનાવ્યો છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર વાયુસેના કોઈપણ હવાઈ ખતરાને પહોંચી વળવા તેમજ કોઈ અનઈચ્છનિય બનાવ ન બને તે માટે હાઈ એલર્ટ પર રહેશે.



વાયુસેના દ્વારા આ માટે ફાઈટર પ્લેન, મિસાઈલ તેમજ એંટી ડ્રોન સિસ્ટમ તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ડ્રોન, ગ્લાઈડર, નાના ફાઈટર પ્લેન, મિસાઈલ સહિત અન્ય ખતરા માટે એરફોર્સની ટીમ તૈયાર રાખવામાં આવી છે. ભારતીય વાયુ સેના પાસે દૂર અંતર સુધી ખતરાની જાણકારી મેળવવા તેમજ તેને ટ્રેક કરીને નષ્ટ કરવાની ક્ષમતા છે. એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર આઈએએફના ઓપરેશન ડાયરેક્શન સેંટર અને દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સ્થિત સંયુક્ત કમાન અને વિશ્લેષણ કેન્દ્ર આ હાઈ પ્રોફાઈલ કાર્યક્રમ દરમિયાન દિલ્હીના હવાઈ સુરક્ષા માટે નજર રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News