તાપીમિત્ર ન્યુઝ,આહવાઃડાંગ જિલ્લામાં તા.૦૫/૦૩/૨૦૨૦ થી તા.૨૧/૦૩/૨૦૨૦ દરમિયાન માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ,ગાંધીનગર દ્વારા માર્ચ-૨૦૨૦ ધોરણ-૧૦/૧૨ એસ.એસ.સી./એચ.એસ.સી. સમાન્ય/વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા શરૂ થનાર હોઇ પરીક્ષા કેન્દ્રો ઉપરના ચારે તરફ ૧૦૦ મીટરના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેમજ પરીક્ષાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે આહવા,વધઈ,સુબીર,સાપુતારા વિસ્તારમાં આવેલ તમામ ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા. તથા કેલક્યુલેટર,મોબાઇલ ફોન,સેલ્યુલર ફોન તથા અન્ય ઈલેકટ્રીકલ ઉપકરણો પરીક્ષાના સ્થળે લઇ જવા ઉપર ફોજદારી કાર્યરીતી અધિનિયમ -૧૯૭૩ ની કલમ-૧૪૪ મુજબ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ટી.કે.ડામોરે જારી કરેલા એક જાહેરનામા અનુસાર તા.૦૫/૦૩/ર૦૨૦નાં રોજ સવારે ૯ વાગ્યાથી, તા.૦૮/૦૩/ર૦૨૦નાં રોજ રાત્રીના ૧ર વાગ્યા સુધી ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ મુજબ પરીક્ષા કેન્દ્રો ઉપરના ચારે તરફ ઝેરોક્ષ સેન્ટરો પરીક્ષા દરમિયાન સવારે ૧૦-૦૦ થી સાંજે ૧૮-૩૦ કલાક દરમિયાન બંધ રાખવા તેમજ પરીક્ષા કેન્દ્રોમાં મોબાઇલ કે અન્ય વિજાણું યંત્રોનો ઉપયોગ કરી શકાશે નહીં.હુકમનો ભંગ કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application