Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લામાં તા.૫ માર્ચ થી ર૧ માર્ચ દરમિયાન યોજાશે ધોરણ-૧૦ અને ધોરણ-૧રની પરીક્ષાઓ

  • February 29, 2020 

તાપીમિત્ર ન્યુઝ,આહવાઃરાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામાં પણ આગામી તા.૫મી માર્ચ, ૨૦૨૦થી તા.ર૧મી માર્ચ,૨૦૨૦ દરમિયાન આયોજિત ધોરણ-૧૦ અને ધોરણ-૧રની પરીક્ષાઓ અહીંના વિઘાર્થીઓ પૂર્ણ વિશ્વાસ સાથે આપી શકે,તથા વિઘાર્થીઓની મહેનતને પૂરતો ન્યાય મળી રહે તે માટે જિલ્લા વહિવટી તંત્રએ સમગ્ર પરીક્ષાના સફળ સંચાલન માટે એકશન પ્લાન ધડી કાઢી જરૂરી અધિકારી/કર્મચારીઓની નિયુક્તિ કરી દીધી છે. જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મણીલાલ ભૂસારા તરફથી મળેલી વિગતો અનુસાર ડાંગ કલેક્ટર શ્રી એન.કે.ડામોરના સીધા માર્ગદર્શન હેઠળ ધોરણ-૧૦ અને ધોરણ-૧રની પરીક્ષાઓનું સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે ધોરણ-૧૦ની પરીક્ષા માટે ડાંગ જિલ્લાના ૩૮૦૩ વિઘાર્થી નોંધાયા છે. જેમના માટે જિલ્લામાં ૭ કેન્દ્રોના ૧૦ મકાનોમાં ૧૩૭ બ્લોક્સની વ્યવસ્થા કરવામાં આવી છે. તે જ રીતે ધોરણ-૧ર (સામાન્ય પ્રવાહ) માટે અહીં ૨૧૦૪ વિઘાર્થીઓ નોંધાવા પામ્યા છે. જેઓ માટે જિલ્લાના ૫ પરીક્ષા કેન્દ્રો ખાતે ૬ મકાનોના ૭૪ બ્લોકની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જ્યારે ધોરણ-૧ર (વિજ્ઞાન પ્રવાહ) માટે જિલ્લામાં નોંધાયેલા ૩૮૦ વિઘાર્થીઓ માટે 1 પરીક્ષા કેન્દ્રોના ર મકાનો અને ૨૨ બ્લોક્સની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આમ, ડાંગ જિલ્લામાં ધોરણ-૧૦ અને ધોરણ-૧રની પરીક્ષામાં જિલ્લાના કુલ ૬૨૮૭ વિઘાર્થીઓ ભાગ લઇ રહ્યાં છે. જેમના માટે કુલ ૧૩ પરીક્ષા કેન્દ્રો, ૧૮ બિલ્ડિંગો અને ર૩૩ બ્લોક્સની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત પરીક્ષાર્થીઓ નિર્ભિક રીતે પરીક્ષા આપી શકે તથા અહીં કોઇ પણ પ્રકારનો અનિચ્છનિય બનાવ ન બને તે માટે દરેક પરીક્ષા કેન્દ્રો ઉપર સી.સી.ટીવી કેમેરા કાર્યરત કરવા સાથે જરૂરી સલામતીની વ્યવસ્થાઓ પણ કરી દેવામાં આવી છે.વધુમાં પરીક્ષાને પારદર્શક બનાવવા મોબાઈલ એપ્લીકેશનનો સૌપ્રથમ વાર ઉપયોગ કરવામાં આવશે. પરીક્ષાઓ માટે પાયાકિય સુવિધાઓ સાથે દરેક પરીક્ષા કેન્દ્રો ઉપર કેન્દ્ર સંચાલક સાથે જરૂરી અધિકારી/કર્મચારીઓની નિયુક્તિ પણ પ્રશાસન દ્વારા કરી દેવામાં આવી છે. પરીક્ષાના સરળ સંચાલન માટે તથા વિઘાર્થીઓ/વાલીઓના માર્ગદર્શન/કાઉન્સેલીંગ અર્થે આહવા ખાતે તા.૪ માર્ચ થી ર૧મી માર્ચ, ૨૦૨૦ દરમિયાન સવારના ૭ વાગ્યાથી રાત્રિના ૮ વાગ્યા સુધી કંટ્રોલરૂમ પણ શરુ કરવામાં આવનાર છે. ડાંગ જિલ્લાના કંટ્રોલરૂમનો નંબર:૦૨૬૩૧-૨૨૦૨૦૮ તથા કાઉન્સેલીંગ કર્મચારી શ્રી ડી.બી.મોરે ફોન નં.૦૨૬૩૧-૨૨૦૨૬૦ મોબાઇલ નંબર:૯૪૨૭૧ ૭૩૩૯૧ જારી કરાયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application