તાપીમિત્ર ન્યુઝ,આહવાઃડાંગ જિલ્લાની ભાતિગળ લોકસંસ્કૃતિને ઉજાગર કરતા ડાંગ દરબારના ભવ્ય લોકમેળાનો તા.૫મી માર્ચ,૨૦૨૦નાં રોજ સવારે ૧૧ વાગ્યે,રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે કરાશે.તે પૂર્વે સવારે ૯:૩૦ વાગ્યે ડાંગના રાજવીઓની ભવ્ય શોભાયાત્રા કલેક્ટર કચેરી ખાતેથી નીકળી,આહવાના મુખ્ય માર્ગો ઉપર ફરીને,રંગ ઉપવન ખાતે પધારશે. રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોના સથવારે નિકળનારી આ શોભાયાત્રામાં શણગારેલી બગીઓમાં સવાર થઇને,ડાંગના માજી રાજવીઓ તેમના પ્રજાજનોનું અભિવાદન ઝીલશે. રંગ ઉપવન ખાતે આયોજિત ડાંગ દરબારના ઉદ્ધાટન સમારોહ દરમિયાન રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે આ રાજવીઓને બા અદબ પોલિટિકલ પેન્શન એનાયત કરવા સાથે,તેમનુ પાન-સોપારી અર્પણ કરી શાલ ઓઢાડી પારંપારિક સ્વાગત પણ કરાશે. તા.૦૫ થી ૦૮ માર્ચ, ૨૦૨૦નાં દિવસો દરમિયાન આહવાના આંગણે યોજાઇ રહેલા આ ડાંગ દરબાર દરમિયાન દરરોજ સાંજે ૭:૩૦ વાગ્યે રંગ ઉપવન ખાતે સ્થાનિક પારંપારિક ડાંગી નૃત્યો સહિત વિવિધ કલાકારો દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજુ કરાશે. જેનો મેળો મ્હાલવા આવતા પ્રજાજનોને લાભ મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application