Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ દરબાર મેળા નિમિત્તે ૧૧મા ગ્રામીણ ઓલમ્પિક્સનો પ્રારંભ

  • February 29, 2020 

તાપીમિત્ર ન્યુઝ,આહવાઃરમતગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,ગાંધીનગર અને સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાત પ્રેરિત અને જિલ્લા વહીવટી તંત્ર ડાંગ દ્વારા આયોજીત ૧૧માં ગ્રામીણ ઓલમ્પિક્સ ને ડાંગ કલેકટરશ્રી એન.કે.ડામોર ના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ બીબીબેન ચૌધરીની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાયો હતો. ડાંગ દરબારના લોકમેળા અગાઉ યોજાતા ગ્રામીણ ઓલમ્પિક્સમાં ૧૭ જેટલી સ્પર્ધાઓના ૧૦૦૦ જેટલા ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. ગ્રામીણ ઓલમ્પિક્સને ખુલ્લો મુકતા કલેકટરશ્રી એન.કે.ડામોરે જણાવ્યું હતું કે,ડાંગ જિલ્લો આંતરરાષ્ટ્રિય એથ્લેટ્સ સરિતા ગાયકવાડ અને મુરલી ગાવિત ને લઇને પ્રસિધ્ધ થયો છે. નેશનલ લેવલે ડાંગ જિલ્લાના બાળકોએ ભાગ લીધો છે. છેલ્લા દશ વર્ષથી ગ્રામીણ ઓલમ્પિક્સની શરૂઆત સરકારે કરી છે. તેથી આપણે બાળકોને ક્યાં લઇ જવા જોઇએ? આપણાં બાળકો રાજ્યકક્ષા કે રાષ્ટ્ર કક્ષા સુધી પહોંચે તે માટે પ્રયાસો કરવા જોઇએ. બાળકોની પસંદગી મુજબનું કોચીંગ અને ઈન્ફ્રાસ્ટ્રકચર મળે તો બાળકને રમતગમતમાં ઉત્સાહ વધે અને આપણે બીજા જિલ્લાની હરોળમાં આવી શકીએ.વધુમાં બાળકો રમતની સાથે સાથે અભ્યાસમાં આગળ વધી ધોરણ-૧૨ પછી પોલીસ કે મીલીટરીમાં પણ જઇ શકે છે. કલેકટરશ્રી ડામોરે ભાગ લેતા તમામ બાળકોને શુભેચ્છા પાઠવી હતી. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ બીબીબેન ચૌધરીએ ગ્રામીણ ઓલમ્પિક્સ યોજવાનો સરકારશ્રીનો હેતુ સમજાવતા કહયું હતું કે,ગ્રામીણ ક્ષેત્રોના ખેલાડીઓને પોતાની ક્ષમતા દર્શાવવાની તક મળે છે.તેમજ તેઓમાં શારિરીક-માનસિક ક્ષમતા,ખેલદિલી,સંધભાવના જેવા ગુણોનો વિકાસ આવા રમતોત્સવથી થાય છે. આમ રાજ્ય સરકારે ખૂબ સંવેદના સાથે કાર્યક્રમનું આયોજન કર્યું છે. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એમ.સી.ભુસારાએ જણાવ્યું હતું કે ડાંગ દરબાર મેળાના પાંચ દિવસ અગાઉ ગ્રામીણ ઓલમ્પિક્સનું આયોજન કરવામાં આવે છે. આજે ૧૧માં ગ્રામીણ ઓલમ્પિક્સમાં ગુજરાતના ડાંગ,પંચમહાલ,દાહોદ,તાપી,નવસારી,વલસાડ જેવા આદિવાસી જિલ્લાના રમતવીરો દ્વારા અલગ અલગ પરંપરાગત રમતો રમાડવામાં આવે છે.જેમાં એથ્લેટિક્સ,પર્વતિયાળ લાંબી દોડ,તિરંદાજી,ખો-ખો,કબડ્ડી, રસ્સાખેંચ,શુટીંગ વોલીબોલ,ગિલ્લોલ,કુસ્તી વિગેરે રમતો યોજાય છે. વિજેતા ખેલાડીઓને રૂા.૧.૭૦ લાખથી વધુ રકમના રોકડ ઈનામો આપી પ્રોત્સાહિત કરાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application