તાપીમિત્ર ન્યુઝ,આહવાઃડાંગ દરબારના લોકમેળા દરમિયાન ઉમટતા પ્રજાજનોની સલામતી સહિત કોઇ અઘટિત બનાવ ન બને તે માટે આહવાના મુખ્ય માર્ગો ઉપર વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ટી.કે.ડામોરે જારી કરેલા એક જાહેરનામા અનુસાર તા.૦૫/૦૩/ર૦૨૦નાં રોજ સવારના ૭ વાગ્યાથી, તા.૦૮/૦૩/ર૦૨૦નાં રોજ રાત્રીના ૧ર વાગ્યા સુધી (૧) આહવાની પી.ડબ્લ્યુ.ડી. ઓફિસથી આહવા ગ્રામ પંચાયતના કાર્યાલય વચ્ચેનો મુખ્ય માર્ગ બંધ કરાયો છે. તે સાથે (ર) આહવા પોસ્ટ ઓફિસની સામે આવલા શહિદ સ્મારકથી રંગ ઉપવન તરફનો શ્રી મોરારજી દસાઇ માર્ગ પણ મોટર વાહનો તથા ભારે વાહનો માટે બંધ કરાયો છે. આ ઉપરાંત આ દિવસો દરમિયાન આ માર્ગો ઉપરથી ઢોરોના આવાગમન ઉપર પણ પ્રતિબંધ જાહેર કરાયો છે. સાથે વાહન ચાલકોની સરળતા માટે પી.ડબ્લ્યુ.ડી. ઓફિસ ફૂવારા સર્કલથી આશ્રમ રોડ થઇને, સિવિલ હોસ્પિટલ, ગાંધી કોલોની થઇ હાઇસ્કૂલ રોડ તરફથી સરદાર વલ્લભભાઇ પટેલ માર્ગથી એસ.ટી.ડેપો જતા માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે. આ પ્રતિબંધ આદેશ (૧) પીવાના પાણીની સેવા, ગંદા પાણીના નિકાલની સેવા, તબીબી સેવાઓ,કાયદો અને વ્યવસ્થાની જાળવણીની સેવા જેવી આવશ્યક સેવાઓ પુરી પાડવા જતા અધિકૃત વાહનો, અધિકારી/કર્મચારીઓ તથા (ર) સરકારી ફરજ ઉપર હોય તેવા સરકારી વાહનો તથા તેના અધિકારી/કર્મચારીઓને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર ઇસમો સામે ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૫ મુજબ કાર્યવાહી હાથ ધરાશે, જેની સૌને નોંધ લેવા પણ વધુમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application