ઝારખંડના ખુંટી જિલ્લામાં એક 20 વર્ષીય આદિવાસી યુવકને જમીન વિવાદમાં તેના 24 વર્ષના સંબંધીનું માથું કાપી નાખ્યું હતું. આ ઘટનામાં આશ્ચર્યની વાત એ છે કે, આરોપીનાં મિત્રોએ કપાયેલા માથા સાથે 'સેલ્ફી' લીધી હતી. પોલીસે સોમવારે જણાવ્યું કે, આ ઘટના તાજેતરમાં મુર્હુ વિસ્તારમાં બની હતી. મૃતકના પિતા દસાઈ મુંડા દ્વારા ગત તા.2 ડિસેમ્બર 2022નાં રોજ દાખલ કરવામાં આવેલી ફરિયાદનાં આધારે મુખ્ય આરોપી અને તેની પત્ની સહિત 6 લોકોની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી.
જોકે ફરિયાદમાં 55 વર્ષીય મુંડાએ જણાવ્યું છે કે, તેમનો પુત્ર કનુ મુંડા ગત તા.1 ડિસેમ્બરે ઘરે એકલો હતો અને તે સમયે પરિવારનાં બાકીના સભ્યો ખેતરમાં કામ કરવા ગયા હતા. જયારે ઘરે પરત ફર્યા ત્યારે ગ્રામજનો દ્વારા જાણવા મળ્યું કે, તેના ભત્રીજા સાગર મુંડા અને તેના મિત્રોએ તેના પુત્રનું અપહરણ કર્યું છે.
ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી હતી અને તપાસ હાથ ધરી હતી. મુર્હુ પોલીસ સ્ટેશનના પ્રભારી ટુડુએ જણાવ્યું હતું કે, આ કેસમાં ફરાર આરોપીઓને પકડવા માટે ખુંટી સબ-ડિવિઝનલ પોલીસ ઓફિસર (SDPO) અમિત કુમારનાં નેતૃત્વમાં પોલીસ ટીમની રચના કરવામાં આવી હતી. કેસની તપાસ કરી રહેલી ટીમનાં ટોચનાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, આરોપીએ કપાયેલા માથા સાથે સેલ્ફી લીધી હતી. તેમણે કહ્યું કે, મૃતકનાં પરિવાર અને આરોપીઓ વચ્ચે પ્લોટને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે વિવાદને ઉકેલવા માટે ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ કોઈ સહમતિ સધાઈ ન હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500