મહારાષ્ટ્રમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં બલ્લારશાહ રેલવે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજ આવેલો છે, જેનો એક ભાગ તૂટી ગયો છે. આ પુલ પરથી આ સમયે ઘણા લોકો પસાર થઈ રહ્યા હતા. પ્રાપ્ત મળતી માહિતી અનુસાર, આ પુલની ઊંચાઈ લગભગ 60 ફુટ છે એટલે કે જે લોકો આ પુલ પરથી પસાર થઈ રહ્યા હતા તે લોકો 60 ફૂટ ઊંચાઈથી નીચે પટકાયા છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 13 લોકોનાં નામ સામે આવ્યા છે.
જયારે આ ઘટનામાં લગભગ 20 મુસાફરો ગંભીર ઈજાગ્રસ્ત થયા છે, જેમાંથી 8ની હાલત ખુબ જ ગંભીર છે. ઉલ્લેખનિય છે કે, કાઝીપેટ પુણે એક્સપ્રેસ ટ્રેનમાં બેસવા માટે ઘણા લોકો પ્લેટફોર્મ નંબર-1 પરથી પ્લેટફોર્મ નંબર-4 તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક પુલનો એક ભાગ તૂટી ગયો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના નજરે નિહાળનાર એક વ્યક્તિએ જણાવ્યું કે, આ ઘટના લગભગ સાંજે 5 વાગ્યાની આસપાસ બની છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500