સુરત શહેરમાં સોમવારે કોરોના પોઝિટિવનાં સિટીમાં 12 અને જીલ્લામાં 8 મળી નવા 20 દર્દી કોરોના સંક્રમિત થયા છે, જયારે સિટીમાં 14 અને જીલ્લામાં 12 મળી 26 દર્દીઓ સાજા થયા હતા. આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ, સુરત સિટીમાં સોમવારે કોરોના પોઝિટિવનાં વધુ 12 કેસ નોધાયો છે.
જેમાં સૌથી વધુ રાંદેરમાં 6, અઠવામાં 4, વરાછા એમાં 1 અને લિંબાયત ઝોનમાં 1 દર્દી સંક્રમિત થયા છે. જેમાં સોફટવેર એન્જીનીયર સહિતનાં સમાવેશ થાય છે. જયારે સિટીમાં 14 દર્દીઓે સાજા થતા રજા આપવામાં આવી છે. સિટીમાં કુલ 92 એકટીવ કેસ જે પૈકી 5 દર્દી હોસ્પિટલમાં દાખલ છે.
આ સાથે સુરત જિલ્લામાં નવા 8 દર્દી સંપડાયા છે. જયારે જિલ્લામાં 12 દર્દી રજા આપી હતી. જોકે જિલ્લામાં કુલ 72 એકટીવ કેસ છે. જયારે સિટી અને જિલ્લામાં મળી એકટીવ કેસ કુલ 164 થયા છે. આ સાથે સુરત શહેરમાં સોમવારે સ્વાઈન ફ્લૂમાં વધુ 1 કેસ નોધાયો છે. જયારે સ્વાઇન ફલૂમાં હાલમાં બે દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે સ્વાઇન ફ્લૂમાં કુલ 99 દર્દીઓ પૈકી 6 વ્યકિતના મોત થવા હોવાની માહિતી મળી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500