Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજસ્થાનમાં વીજળી પડવાથી અલગ અલગ જગ્યાએ 20 લોકોના મોત, 5-5 લાખ રુપિયાના વળતરની જાહેરાત

  • July 13, 2021 

દેશમાં ચોમાસુ સક્રિય થઇ ગયુ છે. દેશમાં કેટલીય જગ્યાએ આકાશીય આફતો આવી પડી.રાજસ્થાનમાં રવિવારે આકાશમાંથી આફત બનીને વીજળી ત્રાટકી અને રાજ્યમાં અલગ અલગ જગ્યાએ લગભગ 20 જેટલા લોકોના જીવ લઇ લીધા. આ બધાની વચ્ચે સૌથી વધુ કરુણ દ્રશ્ય જયપુરમાં જોવા મળ્યુ. જયપુરના આમેર મહેલના વૉચ ટાવર પર વીજળીએ તાંડવ મચાવી દીધુ, અહીં વીજળી પડવાના કારણે 11 લોકો મોતને ભેટ્યા હતા. જયપુરમાં બાર લોકો ઉપરાંત કોટામાં 4, ધૌલપુરમાં 3 બાળકોના મોત થયા છે. સીએમ ગેગલોતે મરનારના પરિવારને 5-5 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે.

 

 

 

 

આમેર મહેલના વૉચ ટાવર પર મૃતકોમાં મોટાભાગના યુવકો હતા જે કિલ્લાની પાસે એક પહાડી પર ખુસનુમા હવામાનની મજા માણવા ગયા હતા. ખાસ વાત છે કે, જ્યારે વીજળી પડી ત્યારે અહીં લગભગ 35થી વધુ ટૂરિસ્ટો હતા, અને આ તમામ લોકો આ જગવિખ્યાત મહેલમાં વરસાદના માહોલમાં સેલ્ફી ખેંચી રહ્યાં હતા. મોડી સાંજે જ્યારે આકાશમાંથી વીજળી પડી તો વોચ ટાવર પર હાજર લોકો ત્યાં જ ઢળી પડ્યા. આમેર મહેલમાં વીજળી પડવાથી ઘાયલ થયેલા લોકોની હાલત એકદમ ગંભીર છે, તાત્કાલિક ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યુ હતુ, કેટલાક લોકો વીજળી પડવાના કારણે વૉચ ટાવર પરથી ગબડીને નીચે ઝાડીઓમાં પડી ગયા હતા.

 

 

 

 

મુખ્યમંત્રી અશોક ગેહલેતો વીજળી પડવાથી થયેલ જાનહાની પર દુખ વ્યક્ત કરતાં કહ્યું કે, કોટા, ધૌલપુર, ઝાલાવાડ, જયપુર અને બારામાં આજે વીજળી પડવાથી જાનહાની ખૂબ જ દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે. મૃતકોના પરિજનો પ્રત્ય મારી સંવેદના છે, ઇશ્વર તેમના આત્માને શાંતિ આપે. અધિકારીઓને નિર્દેશ આવ્યા છે કે પીડિત પરિવરોને ઝડપથી સહાયતા ઉપલબ્ધ કરાવવામાં આવે. સ્વાસ્થ્ય મંત્રી ડો. રઘુશર્મા આમેરમાં વીજળી પડવાથી ઘાયલ થયેલ લોકોની સારવાર ચાલી રહી હતી તે સવાઈ માનસિંહ હોસ્પિટલ પહોંચ્યા હતા. મેડિકલ ઓફિસર ડો.મહેશ જોશી, ધારાસભ્ય અમીન કાગજી પણ હાજર રહ્યા હતા. તેમણે ઘાયલોની સારવાર માટે જરૂરી નિર્દેશ આપ્યા હતા.

 

 

 

 

અન્ય રાજ્યોમાં પણ વીજળી પડવાથી નુકસાન

દરમિયાન ઉત્તરાખંડમાં એક આઠ વર્ષના બાળક સહિત ત્રણ લોકોના મોત નિપજ્યા હતા. ઉત્તરાખંડમાં ભુસ્ખલનને કારણે એક મકાન તુટી પડયું હતું, જેને પગલે ત્રણ લોકો માર્યા ગયા હતા. બીજી તરફ રાજસૃથાનમાં સાત બાળકો સહિત દસ લોકોના વિજળી પડવાથી મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય છ બાળકો અને એક મહિલા સહિત 15ને ઇજા પહોંચી છે જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઉત્તર ભારતમાં વિજળી પડવાની કેટલાક રાજ્યોમાં ઘટનાઓ સામે આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application