Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગુજરાતના 2.5 લાખ સીમકાર્ડ ડીલર્સે ફરજિયાત વેરીફિકેશન કરાવવું પડશે

  • August 19, 2023 

દેશભરમાં સાઇબર ક્રાઇમની વધતી જતી ઘટનાઓ સામે કડક પગલા લેવાં કેન્દ્ર સરકારે ગુરૂવારે ઘણા મહત્વના નિયમો અને સુધારા લાગુ કર્યા છે. જેમાં સીમકાર્ડ વેચતા ડીલર્સનું ફરજિયાત રજીસ્ટ્રેશન અને વેરીફીકેશન કરાવવું પડશે. આ નિયમની રાજ્યના અંદાજે 2.5 લાખ સીમકાર્ડ ડીલર્સને અસર પહોંચશે. આ સીમકાર્ડ ડીલર્સે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા બાદ લાયસન્સ મેળવવા માટે 12 મહિનાની અંદર રિ-વેરીફાઇડ થવું પડશે.



કેન્દ્ર સરકારે લાગુ કરેલા આ સુધારાનો હેતુ બેનામી સીમકાર્ડનું વેચાણ બંધ થાય તે જોવાનો છે. જેમાં સીમકાર્ડની ફ્રેન્ચાઇઝી ધરાવતા લોકોથી માંડીને રિટેલર્સ સુધી, સીમકાર્ડ સપ્લાયમાં જેટલા પણ લોકોની ભૂમિકા છે તે તમામનું રજીસ્ટ્રેશન અને વેરીફિકેશન થશે.જો કોઇપણ ડીલર કોઇપણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં સપડાયેલો મળી આવે તો તે 3 વર્ષ માટે બ્લેકલીસ્ટ થશે. આ અંગેની કાર્યવાહીમાં વર્ષ 2023માં ગુજરાતમાંથી 44 હજાર બનાવટી સીમકાર્ડ ડિએક્ટીવેટ કરાયા છે અને બનાવટી સીમકાર્ડ વેચતા 55 વેપારીઓની ધરપકડ કરવામાં આવી છે.આ ઉપરાંત ટેલિકોમ વિભાગ દ્વારા બલ્કમાં સીમકાર્ડની ખરીદી પર પણ પ્રતિબંધનો નિર્ણય લેવાયો છે. તેની જગ્યાએ કોર્પોરેટ-બિઝનેસ ગૃપ, કોર્પોરેટ અથવા કોઇ ઈવેન્ટ માટે સીમ ખરીદવાની વિશેષ વ્યવસ્થા તૈયાર કરાશે. જેમાં કંપનીઓના રજિસ્ટ્રેશનના આધારે સીમ અપાશે.




કોઈ કંપની બલ્કમાં સીમ ખરીદશે તો તેણે વ્યક્તિગત કેવાયસી પણ કરાવવું પડશે. અમદાવાદના એક સીમકાર્ડ ડીલરે નવા નિયમો અંગે જણાવ્યું હતું કે તેમના ડિસ્ટ્રીબ્યુટર્સ તરફથી તેમને હજુ સુધી કોઇ સૂચનાઓ મળી નથી, પણ તકેદારીના ભાગરૂપે તેઓ પોતાની ડાયરીમાં સીમ ખરીદવા આવનારા ગ્રાહકોની વિગતો નોંધી રહ્યા છે.ટેલિકોમ મંત્રાલય અને સ્થાનિક પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં ગુજરાતમાં 2.25 લાખ બનાવટી સીમકાર્ડ ઝડપાયા હતા જે પીઓએસ ડીલરો દ્વારા ઇશ્યુ થયા હતા. ગુજરાત પોલીસને 29,552 શંકાસ્પદ સીમકાર્ડનો ડેટા મળ્યો હતો જેમાં એકના એક ફોટાનો 20થી વધુ વખત ઉપયોગ કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application