Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાંકવેલ પાસેથી મોપેડ ઉપર દારૂની બાટલીઓ સાથે બે ઈસમો પકડાયા

  • June 20, 2021 

સોનગઢના વાંકવેલ પાસેથી એકટીવા મોપેડ ગાડી પર વિદેશીદારૂની ૧૭ બાટલીઓ સાથે બે ઈસમોને જિલ્લા એલસીબીએ ઝડપી પાડી તેઓની પાસેથી દારૂ અને મોપેડ તથા મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૪૧,૫૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

 

 

 

 

જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો શનિવારે સાંજે આશરે ૪ કલાકના અરસામાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સોનગઢ-ઉકાઈ રોડ પર આવેલ વાંકવેલ પાસેથી એક એકટીવા મોપેડ ગાડી નંબર જીજે/૦૩/કેઆર/૨૫૫૦ ને અટકાવી પૂછ પરછ કરતા મોપેડ ચાલકે પોતાનું નામ નીલકુમાર પરેશભાઈ પટેલ રહે, જીઇબી કોલોની ઉકાઈ-સોનગઢ અને મોપેડ પાછળ બેસેલા ઇસમે હરીશભાઈ દત્તુભાઈ માળી રહે, નંદનવન સોસાયટી-સોનગઢ નાનો હોવાનું જણાવ્યું હતું.

 

 

 

 

પોલીસે તપાસ કરતા એકટીવા ગાડી ઉપર આગળ મુકેલ સ્કુલ બેગ તથા ગાડીની ડીકી માંથી વિદેશીદારૂની કુલ બાટલીઓ નંગ ૧૭ નો પ્રોહી મુદ્દામાલ મળી આવ્યો હતો.આ બનાવમાં પોલીસકર્મી દીપકભાઈની ફરિયાદના આધારે દારૂની બાટલીઓ સાથે પકડાયેલા બંને ઈસમો પાસેથી મળી આવેલ મોબાઈલ ફોન નંગ ૨ જેની કિ.રૂ. ૮ હજાર તથા ૩,૫૦૦/- નો દારૂ તેમજ મોપેડ ગાડીની કિ.રૂ. ૩૦ હજાર મળી કુલ રૂપિયા ૪૧,૫૦૦/- નો મુદ્દામાલ કબજે કરી બંને ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application