Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આજે : ડાંગ જિલ્લામાં 'કોરોના'ના ૨ નવા કેસ, ૭ દર્દીઓને રજા અપાઈ, એક્ટિવ કેસ ૨૬

  • May 29, 2021 

ડાંગ જિલ્લા આજે 'કોરોના'ના ૨ નવા કેસ નોંધાવા પામ્યા છે. જેની સામે ૭ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામા આવી છે. ડાંગના જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.ડી.સી.ગામીત તરફથી મળેલી વિગતો અનુસાર આ સાથે જિલ્લામા કુલ ૬૮૫ કેસો નોંધાઇ ચુક્યા છે. જે પૈકી ૬૫૯ દર્દીઓને રજા અપાઈ છે. જ્યારે આજની તારીખે ૨૬ કેસો એક્ટિવ રહેવા પામ્યા છે. એક્ટિવ કેસો પૈકી ૧ દર્દીઓ આહવાની સિવિલ હોસ્પિટલમા, અને ૨૫ દર્દીઓને હોમ આઇસોલેશનમા રાખવામા આવ્યા છે.

 

 

 

 

"કોરોના સંક્રમણ" ને અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની તારીખે ૩૪૭ વ્યક્તિઓને હોમ કવોરંટાઈન કરાયા છે. જ્યારે ૧૧૦૩૭ વ્યક્તિઓના હોમ કવોરંટાઈન પૂર્ણ થયા છે. જિલ્લામા આજની તારીખે કુલ ૨૯ કન્ટેઈનમેન્ટ ઝોન (એક્ટિવ) નિયત કરાયા છે. જેમા ૯૫ ઘરોને આવરી લઈ ૩૯૧ વ્યક્તિઓને કવોરંટાઈન કરાયા છે. જ્યારે ૨૮ બફર ઝોન (એક્ટિવ)મા ૧૮૬ ઘરોને સાંકળી લઈ ૭૭૫ લોકોને કવોરંટાઈન કરવામા આવ્યા છે.

 

 

 

 

ટેસ્ટિંગની વિગતો જોઈએ તો આજે જિલ્લાભરમાંથી ૪૬ RT-PCR અને ૭૩ એન્ટીજન ટેસ્ટ મળી કુલ ૧૧૯ સેમ્પલો કલેક્ટ કરાયા છે. જે પૈકી ૪૬ RT-PCRના રિપોર્ટ પેન્ડિંગ રહેવા પામ્યા છે. જિલ્લામા આજદિન સુધી કુલ ૫૦,૪૭૪ સેમ્પલ કલેક્ટ કરવામા આવ્યા છે. જે પૈકી ૪૯,૭૪૩ નેગેટીવ રહ્યા છે.

 

 

 

 

 

વેકસીનેસનની વિગતો જોઈએ તો જિલ્લામા આજદિન સુધી ૨૧૧૦ (૮૫ ટકા) હેલ્થ કેર વર્કરો, ૪૯૨૯ (૯૮ ટકા) ફ્રન્ટ લાઇન વર્કરો, અને ૨૮૪૬૮ (૪૫+) ૪૯ ટકા નાગરિકો મળી કુલ ૩૫૫૦૭ લોકોને વેકસીન આપી દેવામા આવી છે. કોરોનાને કારણે આ અગાઉ ડાંગ જિલ્લામા અત્યાર સુધી કુલ ૨૮ મૃત્યુ નોંધાઈ ચુક્યા છે. જિલ્લામા આજે આહવા, અને ખાંભલા ગામે એક એક પોઝેટિવ કેસ નોંધાયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application