Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મુંબઈની હોટેલને બૉમ્બ થી ઉડાવી દેવાની ધમકી આપી 5 કરોડની માંગણી કરનારા 2 ઇસમોની ધરપકડ

  • August 25, 2022 

ઘટના અંગે મળતી વિગતો મુજબ વાપી નજીક છીરી ગામમાં એક ચાલમાં રહેતા અને છૂટક મજૂરી કરતા બિહારના 27 વર્ષીય વિક્રમકુમાર શશીભુષણ સીંગ તથા સીમકાર્ડ ડીસ્ટીબ્યુટર તરીકે નોકરી કરતા 19 વર્ષીય યેશુકુમાર ઓમપ્રકાશ સીંગ નામના બે યુવકોએ શોર્ટ ટર્મ મની મેળવવા માટે મુંબઇની ધ લલિત હોટેલમાં ફોન કરી 5 કરોડની રકમ નહિ આપે તો હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી.





જે અંગે હોટેલના સિકયુરીટી એકઝીકયુટીવ પરેશ રામચંદ્ર બાવદાને સહારપુર પોલીસ સ્ટેશન,અંધેરી ઇસ્ટ ખાતે ફરીયાદ આપી હતી.જે અંગે સહારપુર પો.સ્ટેની એક ટીમેં ટેકનિકલ સર્વેલન્સના આધારે કોલ ડીટેઇલનો અભ્યાસ કરી આરોપીઓનું લોકેશન વાપી-વલસાડનું શોધી કાઢી વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.રાજદીપસિંહ ઝાલાનો સંપર્ક કર્યો હતો.જેમણે સ્પેશ્યલ ઓપરેશન ગૃપની એક ટીમ PSI એલ.જી.રાઠોડ સાથે મોકલી આરોપીઓ વિક્રમકુમાર શશીભુષણ સીંગ અને યેશુકુમાર ઓમપ્રકાશ સીંગને ઝડપી લીધા હતાં.




SOG ટીમ અને મુંબઈ પોલીસ દ્વારા બંને યુવકોની પુછપરછ કરતા યેશુકુમાર સીંગે કબુલાત કરી હતી કે, તે વોડાફોન સબ ડીસ્ટીબ્યુટર (વોડાફોન સીમકાર્ડ સેલીંગ સબ એજન્ટ) તરીકે કામ કરે છે. અને મિત્ર વિક્રમકુમાર શશીભુષણ સીંગને ઓળખતો હોય,વિક્રમે શોર્ટ ટાઇમમાં વધુ પૈસા કમાવવા આ પ્લાન તૈયાર કર્યો હતો.જે આધારે ગુગલ ઉપર સેવન સ્ટાર હોટેલ ધ લલીત અંધેરી પુર્વ મુંબઇ,મહારાષ્ટ્ર સર્ચ કરી ડમી સીમકાર્ડ તથા સાદા મોબાઇલના આધારે હોટેલના લેન્ડલાઇન નંબર ઉપર કોલ કરી ધમકી આપી હતી કે,જો રૂપીયા પાંચ કરોડ નહી આપો તો હોટેલમાં અલગ-અલગ પાંચ જગ્યા ઉપર બોમ્બ પ્લાન્ટ કરી ઉડાવી દઈશું. બંને યુવકોને પૈસાની જરૂર હોય આ પ્લાન મુજબ ટ્રેન મારફતે હોટેલ ધ લલીતની રેકી કરી ડમી નંબરથી મુંબઇ મીરારોડથી ધમકી ભર્યો કોલ કર્યો હતો.




 આ પ્રકારના થ્રેટ કોલ કરી બંને યુવકો ડમી સીમકાર્ડ સાદા ફોનમાંથી કાઢી રાખી લેતા અને ફોન કોઇ જળાશય કે ઝાડી જંગલમાં ફેકી દેતા હતાં. વિક્રમે 22મી ઓગસ્ટના છેલ્લો બોમ્બ બ્લાસ્ટની ધમકી ભર્યો થ્રેટ કોલ કરી બોમ્બે થી સુરત રોડ તરફ પાંચ કરોડ રૂપીયા લઇ આવવા જણાવ્યું હતું. જો કે તે બાદ મુંબઈ પોલીસની ફરિયાદ આધારે વલસાડ SOG ની ટીમે બંને આરોપીઓને 7 મોબાઇલ ફોન,12 સીમકાર્ડ તથા પચાસથી વધારે નવા સીમકાર્ડ (એકટીવેશન બાકી હોય તેવા) સાથે ધરપકડ કરી હતી.5 કરોડની માંગણી કરનારા બંને ઇસમોને સહારપુર પોલીસ, મુંબઇએ ડુંગરા પોલીસ સ્ટેશન ડાયરીમાં એન્ટ્રી કરી વધુ તપાસ માટે પોતાની સાથે લઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ ભેજાબાજ યુવકોએ અલગ-અલગ મોબાઇલ નંબર ઉપરથી બોમ્બ બ્લાસ્ટ કરવાના થ્રેટ કોલ શરૂ કરી હોટેલની રીસેપ્શનીસ્ટ લેડીઝને ડરાવી ધમકાવી હોટેલના GM સાથે વાત કરાવાની જીદ કરી હતી. અને GM સાથે વાત કરી 5 કરોડની રકમ માંગી હતી. જો નહિ આપે તો હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application