સોનગઢના દેવજીપુરા વિસ્તારમાં રહેતો પરિવાર મહારાષ્ટ્ર ખાતે લગ્નમાં ગયો હતો ત્યારે બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરો સોનાના ઘરેણાં અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા ૨ લાખની મતાની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા.
સોનગઢ પોલીસના જણાવ્યા મુજબ સોનગઢના દેવજીપુરામાં રહેતા અને કૈલાસ પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ચલાવતા મનિષભાઈ કૈલાસભાઈ અંભોરે તેમની પત્ની તથા બહેન સાથે તા.૨૨મી એપ્રિલ નારોજ ઘરને લોક મારી મહારાષ્ટ્રના વાસીમ જિલ્લાના કેકતઉમરા ગામે લગ્નમાં ગયા હતા. બીજા દિવસે એટલે તા.૨૩મી એપ્રિલ નારોજ મનિષભાઈના પરિચિત સુનીલભાઈ વસાવાની નજર ઘરના દરવાજાના તુટેલા તાળા પર પડી હતી. તેઓએ મનિષભાઈને વિડીયો કોલિંગથી બતાવતા ઘરના દરવાજાને મારેલું લોક નીચે પડ્યું હતું, ઘરની અંદર જઈ દેખાડતા બને કબાટના દરવાજા ખુલ્લા હતા, તેમાં મુકેલ કપડા નીચે પડ્યા હતા, જે બાદ તા.૨૪મી એપ્રિલ નારોજ મહારાષ્ટ્રથી પરત ઘરે આવી રૂબરૂ જોતા કબાટમા તપાસ કરતા કબાટમાં મુકેલ ૧,૨૦,૦૦૦/- રોકડા તેમજ બે તોલાનું સોનાનું મંગલસૂત્ર,એક તોલાની સોનાની ચેઈન, સોનાની બુટ્ટી મળી કુલ્લે રૂપિયા ૨,૦૦,૦૦૦/- લાખની મત્તાની ચોરી થઇ હોવાનું જણાય આવ્યું હતું.બનાવ અંગે મનિષભાઈએ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધવતા તા.૨૪મી એપ્રિલ નારોજ પોલીસ દ્વારા અજાણ્યા ચોરટાઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500