Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઝારખંડનાં ગુમલા જિલ્લામાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચેનાં અથડામણમાં 2 લાખનો ઈનામી નક્સલી ઠાર થયો

  • June 02, 2023 

ઝારખંડનાં ગુમલા જિલ્લામાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં 2 લાખનો ઈનામી નક્સલી ઠાર થયો હતો. ગુમલાના પોલીસ અધિક્ષક એહતેશામ વકારીએ જણાવ્યું કે, એક ગુપ્ત સૂચનાના આધારે ગુમલા પોલીસની ટીમને મારવા જંગલમાં મોકલવામાં આવી હતી. જ્યાં પોલીસને જોતા જ નક્સલવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો.


તેમણે જણાવ્યું કે, પોલીસે જવાબી કાર્યવાહીમાં ગોળીબાર કરવો પડ્યો જેમાં 2 લાખનો ઈનામી નક્સલી રાજેશ ઉરાંવ ઘટના સ્થળે જ માર્યો ગયો. આગળ જણાવ્યું કે, પોલીસને ઘટના સ્થળેથી એક 315 બોરની રાઈફલ અને ગોળીઓ મળી આવી છે. દરમિયાન તુમ્બહાકા ગામ પાસેના જંગલમાંથી દેશી બોમ્બ મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો.


આમાંથી એક દેશી બોમ્બ લગભગ 50 કિલોનો હતો. રાજેશ ઉરાંવ મૂળ ઘાઘરા પોલીસ સ્ટેશનના તુંજો હુતાર ગામનો રહેવાસી હતો. છેલ્લા ઘણા સમયથી પોલીસને રાજેશ ઉરાંવની તલાશ હતી. રાજેશ કમાન્ડર રંથુ ઉરાંવ અને લાજીમ અંસારીની ટુકડીનો સક્રિય સભ્ય હતો. ગુમલા અને લાતેહાર જિલ્લાના પોલીસ સ્ટેશનમાં તેની સામે અનેક કેસ નોંધાયેલા છે.


ઝારખંડ પોલીસ ઉપરાંત NIAને પણ રાજેશ ઉરાંવની તલાશ હતી. રાજેશ ઉરાંવ સામે લાતેહારના ચંદવામાં થયેલી 4 પોલીસકર્મીઓની હત્યા મામલે NIAએ પણ કેસ દાખલ કર્યો હતો. તારીખ 17 જુલાઈ 2022નાં રોજ NIAની સૂચના પર ઘાઘરા પોલીસે રાજેશ ઉરાંવના ઘરે એક જાહેરાત પણ ચોંટાડી હતી. NIA ચાર પોલીસ કર્મીઓની હત્યા કેસની તપાસ કરી રહી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application