તાપી જીલ્લામાં કાળમુખા કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. વ્યારાની હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઇ રહેલા વધુ ૨ દર્દીઓના આજરોજ મોત નીપજ્યા છે. સાથે જ કોરોનાના વધુ ૯ કેસ સામે આવ્યા છે. જેને લઇ પંથકમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.
ડો.નૈતિકભાઈ ચૌધરીના જણાવ્યા અનુસાર, સોનગઢના બાપાસીતારામ નગરમાં રહેતા ૫૧ વર્ષીય પુરુષને તા.૨૩મી ઓગસ્ટ નારોજ કોવિડ-૧૯ ડેડીકેટેડ જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જેમને અન્ય બીમારીની સાથે કોવિડ-૧૯ નો રીપોર્ટ પણ પોઝીટીવ હતો. જેમનું તા.૩૧મી ઓગસ્ટ નારોજ રાત્રે ૧૦:૫૬ કલાકે મોત નીપજ્યું હતું.
જયારે બીજા બનાવમાં વ્યારા તાલુકાના ઉમરકુઈ ગામના ગામીત ફળીયામાં રહેતા ૩૬ વર્ષીય પુરુષને તા.૨૩મી ઓગસ્ટ નારોજ કોવિડ-૧૯ ડેડીકેટેડ જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જેમને પણ અન્ય બીમારીની સાથે કોવિડ-૧૯ નો રીપોર્ટ પણ પોઝીટીવ હતો. જેમનું આજરોજ તા.૧લી સપ્ટેમ્બર નારોજ સવારે ૦૭:૪૫ કલાકે મોત નીપજ્યું છે. આ સાથે જીલ્લામાં મૃત્યુ આંક કુલ ૨૧ થયો છે.
આજે કોરોનાના વધુ ૯ કેસ સામે આવ્યા છે. તાપી જીલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા અનુસાર તા.૧મી સપ્ટેમ્બર નારોજ જીલ્લામાં વધુ ૯ કેસ નોંધાયા છે. જેમાં વાલોડમાં ૨ કેસ, વ્યારામાં ૬ કેસ, ઉચ્છલમાં ૧ કેસ મળી કુલ ૯ કેસ નોંધાયા છે. કોરોના પોઝીટીવ દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જીલ્લામાં પોઝીટીવ દર્દીઓનો કુલ આંક ૩૧૪ પર પહોંચી ચુક્યો છે. જયારે કોરોનાથી આજદિન સુધી કુલ ૨૧ દર્દીઓના મોત નિપજ્યા છે. આજે વધુ ૮ દર્દીઓ સાજા થતા રજા અપાઈ આ સાથે કુલ ૨૫૨ દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે. હાલ ૪૧ દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આજે તાપીમાં નોંધાયેલ કોરોના પોઝીટીવ દર્દીઓ.....
(૧) ૩૫ વર્ષિય પુરુષ, સુથાર ફળિયું,બાજીપુરા-વાલોડ
(૨) ૫૨ વર્ષિય પુરુષ, વાણિયાવાડ ફળિયું,બુહારી-વાલોડ
(૩) ૩૫ વર્ષિય પુરુષ, ઉમિયાનગરચીખલી-વ્યારા
(૪) ૫૧ વર્ષિય પુરુષ, ડુંગરી ફળિયુ,ઉંચમાળા-વ્યારા
(૫) ૪૫ વર્ષિય મહિલા,વ્યારા
(૬) ૩૨ વર્ષિય મહિલા,અમ્બિકા નગર-વ્યારા
(૭) ૨૫ વર્ષિય મહિલા,એલએન્ડટી કોલોની,કાકરાપાર-વ્યારા
(૮) ૩૪ વર્ષિય પુરુષ,પોલીસ લાઇન-ઉચ્છલ
(૯) ૫૫ વર્ષિય પુરુષ,કેએપીએસ-વ્યારા
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500