મુંબઈ એનસીબીની ટીમે પાડોશનાં થાણે જિલ્લા ખાતેથી પ્રતિબંધિત નશીલી દવાના જથ્થા સાથે 2 લોકોની ધરપકડ કરી છે. એનસીબીની ટીમે ગુપ્ત બાતમીનાં આધારે કોડીનયુક્ત કફ સિરપની 8,640 બોટલ્સ જપ્ત કરી લીધી હતી. આમ, આરોપીઓ કફ-સિરપનો ઉપયોગ મુંબઈ અને થાણેનાં કેટલાક વિસ્તારોમાં નશા સહિતના અન્ય કેટલાક ઉદ્દેશ્યો પાર પાડવા માટે કરવાના હતા. બાતમીના આધાર પર શનિવારનાં રોજ થાણેનાં ભીવંડી શહેર પાસે આગ્રા-મુંબઈ રાજમાર્ગ પર એક કારને રોકવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી કોડીનયુક્ત કફ સિરપની 8,640 બોટલ્સ મળી આવી હતી. કુલ 60 બોટલ્સમાં રાખવામાં આવેલી આ બોટલ્સનું સામૂહિક વજન 864 કિગ્રા જેટલું હતું.
એનસીબીનાં અધિકારીઓએ કાર ચાલકની ધરપકડ કરી હતી અને તેના પાસેથી મળેલી માહિતીનાં આધાર પર જાળ બિછાવીને અન્ય એક વ્યક્તિની પણ ધરપકડ કરી હતી. ધરપકડ કરવામાં આવેલો બીજા નંબરનો શખ્સ કફ સિરપની બોટલ્સની આ ખેપ પ્રાપ્ત કરવાનો હતો. અધિકારીઓએ આશરે 2 કિમી સુધી ટુ-વ્હીલરનો પીછો કરીને તેને ઝડપી લીધો હતો અને તે વાહનને પણ જપ્ત કરી લીધું હતું. એનસીબી મુંબઈએ આ મામલે કેસ દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી હતી. જોકે, તાજેતરમાં જ મણિપુર ખાતેથી પણ કોડીનયુક્ત કફ સિરપની 8,812 બોટલ જપ્ત કરવામાં આવી હતી. થૌબલ જિલ્લા પોલીસે શુક્રવારે સાંજના સમયે લિલોંગ અથૌખોંગ ખાતેથી કફ સિરપની 8,812 બોટલ્સ સાથે એક વ્યક્તિની ધરપકડ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500