Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સિઆઈડી ક્રાઈમના ઈન્ચાર્જ ડીવાયએસપીની ગાડીમાંથી 17 પેટી વિદેશી દારૂ સાથે 2 ઝડપાયા

  • June 07, 2022 

અમદાવાદ સિઆઈડી ક્રાઈમના ઈન્ચાર્જ ડીવાયએસપી શેખની ગાડીમાંથી 17 પેટી વિદેશી દારૂ સાથે 2 આરોપીની અટકાયત કરવામાં આવી છે. CID ક્રાઈમના ઇન્ચાર્જ ડીવાયએસપી રજા ઉપર હોવાથી તેમની સરકારી ગાડી લઈને ડ્રાઈવર વિષ્ણુ ચૌધરી અને જયેશ ચૌધરી રાજસ્થાન દારૂ ભરવા ગયા હતા. રાજસ્થાનથી પરત ફરવા સમયે બનાસકાંઠા LCB પોલીસે તપાસ કરતાં ગાડીમાંથી 17 પેટી દારૂ મળી આવ્યો હતો. જેથી પાંથાવાડા પોલીસે ગાડી સહિત મુદ્દામાલ જપ્ત કરી બન્ને આરોપીની અટકાયત કરી છે.

આમ, તો એવું કહેવાય છે કે આ તો ગાંધીનું ગુજરાત છે એટલે અહીં તો દારૂ જોવા જ ના મળે. પરંતુ વાસ્તવિકતા કંઇક જુદુ જ ચિત્ર રજૂ કરે છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં બનાસકાંઠા-રાજસ્થાન બોર્ડર ઘણીવાર દારૂનો જથ્થો ઝડપાતો હોય છે. ગુજરાતમાં પાડોશી રાજ્યોમાંથી યેનકેન પ્રકારે દારૂનો જથ્થો ઘૂસાડવામાં આવતો હોય છે. દારૂની હેરાફેરી માટે બુટલેગરો અવનવી તરકીબો અજમાવતા હોય છે. જો કે, આ બનાવ કંઇક અલગ જ પ્રકારનો છે. કારણ કે આ વખતે કોઇ બુટલેગર નહીં પરંતુ અમદાવાદ સિઆઈડી ક્રાઈમના ઈન્ચાર્જ ડીવાયએસપી ની ગાડીમાંથી LCBએ દારૂનો જથ્થો ઝડપ્યો છે.

આ અંગેની ફરિયાદમાં એવું લખવામાં આવ્યું છે કે, ડીવાયએસપી ક્રાઇમનો ડ્રાઇવર રાજસ્થાન ગયો હતો અને ત્યાંથી દારૂ ભરીને ગુજરાતમાં આવી રહ્યો હતો. આ દરમિયાન પાંથાવાડા પોલીસે તેની ધરપકડ કરી હતી. જો કે, અહીં સવાલ એ પણ થઇ રહ્યો છે કે ડીવાયએસપી ની આ ગાડીમાં કેટલાં સમયથી દારૂની હેરાફેરી ચાલી રહી હતી? તદુપરાંત દારૂ શા માટે અને કોના માટે લાવવામાં આવી રહ્યો હતો? ગાડીમાં ડ્રાઇવર અને તેના ભાઈ ઉપરાંત અન્ય કોઈ વ્યક્તિ પણ હતી કે નહીં? પોલીસ જો આ કેસમાં ઊંડી તપાસ કરે છે તો ચોક્કસથી આ મામલે વધુ મોટા ખુલાસા થાય તેવી શક્યતા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application