સમગ્ર તાપી જીલ્લામાં કોરોનાનાની મહામારીને ધ્યાનમાં રાખતા સરકાર દ્વારા જાહેરનામું પ્રસિદ્દ કરવામાં આવ્યું છે. તેમછતાં લોકો જાહેરમાં તથા ભીડભાડ વાળી જગ્યા પર ફરી રહ્યા છે. ત્યારે નિઝર પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં બેસી પેટ્રોલીંગમાં નીકળ્યા હતા, તે દરમિયાન દુકાનમાં આવતા જતા ગ્રાહકો વચ્ચે કોઇપણ પ્રકારનું સેફ ન ડીસ્ટન્સ રાખતા અને ગ્રાહકોની ભીડ ભેગી કરી તેમજ સેનેટાઈઝરની વ્યવસ્થા રાખ્યા વગર પોલીસ પેટ્રોલીંગમાં 2 ઈસમો ઝડપાઈ ગયા હતા.
જાહેરનામનો ભંગ કરનાર 2 ઈસમો......
તુલસા ગામના મેઈન રોડ ઉપર આવેલ મંચુરીયનમ ચાઈનીઝ નાસ્તાના દુકાન માલિકે સેફ ડીસ્ટન્સ રાખ્યા વગર અને ગ્રાહકોની ભીડ ભેગી કરી તેમજ સેનેટાઈઝરની વ્યવસ્થા રાખ્યા વગર, શૈલેશ યશવંત પાડવી રહે.તુલસા ગામ,નિઝર,
નિઝર ગામમાં દુકાનની સામે ગ્રાહકોને સોશીયલ ડીસ્ટન્સમાં ઉભા રહેવા માટે જરૂરી કુંડળા નહિ પાડી તથા ગ્રાહકોની ભીડ ભેગી કરી તેમજ સેનેટાઈઝરની વ્યવસ્થા રાખ્યા વગર, પુરૂષોત્તમ પટેલ રહે.નિઝરના બંને ઈસમોને ઝડપી પાડી નિઝર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. (મનિષા સુર્યવંશી દ્વારા વ્યારા)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500