વલસાડ જિલ્લા પોલીસવડા ડો. રાજદીપસિંહ ઝાલાની સુચના તથા એલસીબી પીઆઇ વી.બી.બારડના માર્ગદર્શન મુજબ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમની ટીમ વાપી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે
આરોપી ઇશહાક ઉર્ફે કલ્લુ સમશુલ્લા રહેમાની રહે. છીરી ગાલામસાલા, રજાગલી મીત્સુ કંપનીના ગેટ પાસે આવેલ રાજુના ગોડાઉનમાં અને આરોપી સાહીદ ઉર્ફે ગુટલ સુબરાતી શેખ રહે. હાલ સલવાવ કટારીયા શો રૂમની બાજુમાં શોભાશેઠની ચાલીમાં તથા મુંબઇ મજગાંવ મુળ બંને રહે. યુપીને છીરી ગાલામસાલાથી પકડી તેઓ પાસેથી લોખંડના કટીંગ કરેલ સળિયા વજન 800 ક્લિોગ્રામ કિં.રૂ.40,000 તથા બે મોબાઇલ કિ.રૂ.10,000 મળી કુલ રૂ.50,000નો મુદ્દામાલ કબજે લઇ પૂછપરછ કરી હતી.
બગવાડા ટોલનાકા પાસે બનતો રેલ્વે ઓવરબ્રિજના કામમાં વપરાતા આ સળિયા ચોરી કર્યા હોવાની તેમણે કબૂલાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, પકડાયેલ આરોપી પૈકી એક મહારાષ્ટ્રમાંથી બે વર્ષ માટે તડીપાર આરોપી સાહીદ ઉર્ફે ગુટલ શેખ મહારાષ્ટ્ર રાજ્યમાંથી બે વર્ષ માટે તડીપાર છે. તેની સામેં મહારાષ્ટ્ર ના અલગ અલગ પોલીસ મથકોમાં 18 જેટલા ચોરીના ગુના નોંધાઇ ચૂક્યા છે. જે બાદથી તે વાપી સલવાવ ખાતે રહેતો હતો. જે દરમ્યાન આ ચોરીને અંજામ આપ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500