અમદાવાદમાં મચ્છરજન્ય રોગનો ઉપદ્રવ વધતો જોવા મળી રહયો છે. આ વર્ષના આરંભથી ઓકટોબર અંત સુધીમાં ડેન્ગ્યૂના 2,224 કન્ફર્મ કેસ નોંધાયા છે. પૂર્વ અને દક્ષિણ ઝોનમાં 400 ઉપરાંત જયારે મધ્યઝોનમાં ડન્ગ્યૂના 109 કેસ નોંધાયા છે. ડેન્ગ્યૂથી આ વર્ષે કુલ ત્રણ લોકોના મોત થયા છે. શહેરનાં 48 વોર્ડ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ડેન્ગ્યૂના કેસમાં વધારો જોવા મળી રહયો છે. આ વર્ષે જાન્યુઆરીથી ઓકટોબર અંત સુધીમાં પશ્ચિમઝોનમાં ડેન્ગ્યૂના 324, ઉત્તરઝોનમાં 271, પૂર્વઝોનમાં 460, દક્ષિણઝોનમાં 401, ઉત્તર-પશ્ચિમઝોનમાં 387 તથા દક્ષિણઝોનમાં 272 કેસ ડેન્ગ્યૂના નોંધાઈ ગયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application