Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજપીપળામાં ત્રણ બેન્કો ના નાતરા મા ખાતેદારો નુ કચ્ચરઘાણ:હિન્દી ભાષી સ્ટાફ સાથે ભાષા સમજણ ના અભાવે તુ તુ મેં મેં ના બનાવો રોજીંદા

  • February 15, 2020 

ઈકરામ મલેક દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:રાજપીપળા શહેર ની મોટાભાગની બેન્કો નો વહીવટ ખાડે ગયો હોય એમ અનેક તકલીફો સામે આવતા હજારો ગ્રાહકો ધક્કે ચઢી રહ્યા છે. જેમાં ખાસ કરીને મોટા ભાગની બેન્કો ના એટીએમ અવાર નવાર ખોટકાયેલ હોવાથી રજાના દિવસો માં છતે રૂપિયે ગ્રાહકો ને ફાંફા મારવા પડે છે. એક તરફ સરકાર બધું ઓનલાઇન કરવા તત્પર છે ત્યારે બીજી તરફ બેન્કો માં સર્વર બંધ,એટીએમ બંધ સહિતની અનેક તકલીફો સામે આવતા ગ્રાહકો ધક્કે ચઢતા નજરે પડે છે જેમાં હાલ માજ બેંક ઓફ બરોડા માં બીજી બેન્કો ભેગી કરતા એકજ બેંક માં ગ્રાહકો ની સંખ્યા ચારઘણી થઇ હોય ઉપર થી ત્યાં સર્વર અટકી પડતા છતે પૈસે લોકો રૂપિયા માટે વલખા મારતા જોવા જોવા મળ્યા હતા સાથે સાથે રાજપીપળા શહેર માં મોટા ભાગની બેન્કો ના એટીએમ જાણે શોભાના ગાંઠિયા સમાન હોય છાસવારે બંધ જોવા મળતા હોય રજા ના દિવસો માં જો કોઈ વ્યક્તિ ને ઇમરજન્સી પૈસા ની જરૂર હોય તો પણ તેને બીજા પાસે હાથ લંબાવવો પડે અથવા અન્ય વ્યવસ્થા કરવી પડે છે. કાયમી જે હંગામી કર્મચારીઓ ના પગાર પણ હવે બેંક ખાતા માજ જમા થતા હોય ત્યારે આવી સ્થિતિ માં આ કારમી મોંઘવારી માં માધ્યમ ગરીબ વર્ગના વ્યક્તિઓ માટે ભારે મુશ્કેલી ઉભી થાય છે માટે સરકાર ને ઓનલાઇન નું જે ભૂત સવાર થયું છે એમાં આમ આદમી પીસાઈ રહેલો જોવા મળે છે ત્યારે આવા સંજોગો માં સરકારે પહેલા બેન્કો ની તકલીફ દૂર કરવી જરૂરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application