Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રાજપીપળા શહેર ના રાજ માર્ગો ને પાર્કીંગ નો અડ્ડો સમજતી બેંકો ના ભારે ત્રાસ:ટ્રાફિક પોલીસ ના આંખ આડા કાન

  • February 13, 2020 

ઈકરામ મલેક દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:રાજપીપળા નગર નો એકમાત્ર મુખ્ય રાજમાર્ગ કે જે સ્ટેશન રોડ ના નામે ઓળખાય છે,આ મુખ્ય માર્ગ ઉપર આવેલી ખાનગી અને સરકારી બેંકો ના ગ્રાહકો અને કર્મચારીઓ દ્વારા જાહેર રોડ ઉપર જ પોતાના દ્વિચક્રી અને કાર જેવા વાહનો ને પાર્ક કરી દેવામાં આવે છે. નાગરિક બેંક અને બેંક ઓફ બરોડા બહાર આડેધડ પાર્ક થતા વાહનો ના કારણે સ્ટેશન રોડ જેવા મુખ્ય માર્ગ પર પણ ટ્રાફિક જામના દ્રશ્યો રોજીંદા બન્યા છે.બેંક ઓફ બરોડાનું તો અંદર પાર્કિંગ હોવા છતાં ગ્રાહકોને અંદર વાહનો ન મુકવા દેવા મા નથી આવતા જેથી બેંક મા આવતા ખાતેદારો દ્રારા અવિચારી રીતે આડેધડ પોતાના વાહનો રોડ ઉપરજ વાંકા ચુંકા ઉભાં કરી ને ચાલતી પકડે છે,જ્યારે બસ જેવા મોટા વાહનો પસાર થતા આડેધડ પાર્કીંગ ના કારણે અટકી પડે છે અને પછી શરુ થાય છે હોર્ન ની ચિસાચીસો ભારે શોરબકોર અને ગાળાગાળી ના દ્રશ્યો..... બેંક ઓફ બરોડા મા અન્ય બે બેન્કોનો ના ગ્રહકો ને ભેળવી દેવામાં આવતા પાર્કીંગ ની સમસ્યા ઔર વકરી ઉઠી છે.દારાશા મંચેરજી ની સામે આવેલી એક્સીસ બેંક નુ પણ પોતાનુ કોઈ પાર્કીંગ નથી,જેથી તેના ગ્રાહકો અને કર્મચારીઓ પણ જાહેર રોડ ઉપરજ પાર્કીંગ કરી ટ્રાફિક ના નિયમો નુ સરેઆમ ઉલ્લંઘન કરે છે,બેંકો ને મંજૂરી આપતા પહેલા તેમની પાસે થી પાર્કીંગ બાબત ની જોગવાઈ વિશે તંત્ર દ્વારા કોઈ માંગણી કરવામા આવે છે ખરી!?નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે ટાઉન પ્લાનિંગ મુજબ દબાણો હટતા નથી પોલીસ અને પાલીકા તંત્ર માટે આ સમસ્યા ગળા મા ભરાયેલું હાડકું બની ચુકી હોય ત્યારે તંત્ર બેંક સત્તાધીશો ને નોટિસ ફટકારી ટ્રાફિક સમસ્યા હળવી કરે તેવી માંગ ઉઠી છે.બીજી તરફ શહેરની ટ્રાફિક પોલીસ સમગ્ર બાબતે આંખ આડા કાન કરી રહી હોવાનું ફલિત થઈ રહ્યું છે.ત્યારે નર્મદા જિલ્લા પોલીસવડા સમગ્ર બાબતને ગંભીરતા લે તે જરૂરી બન્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application