નવી દિલ્હી:દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત બદલ આમ આદમી પાર્ટીના કાર્યલાય પર પહોંચીને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સૌપ્રથમ ભારત માતા કી જય અને ઈન્કલાબ ઝિંદાબાદ તેમજ વંદે માતરમના સૂત્રો પોકાર્યા હતા. તેમણે ચૂંટણીમાં જંગી બહુમતિ અપાવવા બદલ દિલ્હીવાસીઓનો ધન્યાવાદ કર્યો હતો. અરવિંદ કેજરીવાલે કહ્યું કે તમે લોકોએ કમાલ કરી દીધો, આઈ લવ યૂ. ચૂંટણીમા આપની જીતને કેજરીવાલે વિકાસની અને કામની જીત ગણાવી હતી. દિલ્હીના તમામ મતદારો આ જીતના હકદાર છે તેમ કેજરીવાલે જણાવ્યું હતું. મંગળવારના મળેલી જીતને લઈને કેજરીવાલે કહ્યું કે આજે મંગળવારે હનુમાનજીએ દિલ્હી પર કૃપા વરસાવી છે.કેજરીવાલે જણાવ્યું કે, ‘મિત્રો હું તમામ દિલ્હીવાસીઓનો અંતરથી આભાર વ્યક્ત કરું છઉં કે તેમણે ત્રીજી વખત તેમના પોતાના પુત્ર પર વિશ્વાસ કર્યો છે. આ મારી જીત નથી આ સમગ્ર દિલ્હીનીજીત છે. આ દિલ્હીના એ પરિવારની જીત છે, જેણે મને પોતાનો પુત્ર માનીને ખોબલેને ખોબલે મત આપ્યા છે. આ એ પરિવારની જીત છે જેમને મફત વીજળી, બાળકો માટે સારું શિક્ષણ અને હોસ્પિટલમાં સારી સારવાર મળવા લાગી છે.’દિલ્હીમાં સળંગ બીજી વખત એકતરફી જીત પ્રાપ્ત કર્યા બાદ આપના સુપ્રીમો કેજરીવાલે કહ્યું કે આ નવા પ્રકારના રાજકારણનો ઉદય થયો છે. તેમણે જણાવ્યું કે, ‘દિલ્હીના લોકોએ જે નવા રાજકારણને જન્મ આપ્યો તેનું નામ છે કામનું રાજકારણ.દિલ્હીવાસીઓએ સમગ્ર વિશ્વને સંદેશ આપ્યો છે કે હવે વોટ એને જ મળશે જે કામ કરશે. વોટ એને જ મળશે જે ઘરે પાણી આપશે, વીજળી આપશે, સસ્તી સારવાર આપશે. રાજકારણમાં આ નવો વળાંક છે જે સુખદ બાબત છે. આ માત્ર દિલ્હીની જ નહીં પરંતુ ભારત માતાની જીત છે. આ સમગ્ર દેશની જીત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application