ઈકરામ મલેક દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:તિલકવાડાના બૂંજેઠા ગામના એક વેપારી ની દુકાન માંથી પણ ગતરાત્રે રોકડ અને સામાન મળી લાખોની ચોરી થયા બાબતે ફરિયાદ નોંધાતા એકજ અઠવાડિયા માં ચોરો એ નર્મદા માં આ ચોથી ચોરી ને અંજામ આપતા પોલીસ ને જાણે લપડાક મારી હોય તેમ લાગી રહ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર તિલકવાડાના બૂંજેઠા ગામા દુકાન ચલાવતા મહેન્દ્રકુમાર ઈશ્વરભાઈ ચૌહાણની દુકાનમાં ગત રાત્રે કોઈ ચોર ઈસમો દુકાનની મેઈન સ્વીચ નીચે પાડી લાઈટ તથા CCTV કેમેરા બંધ કરી ડુબ્લીકેટ ચાવીથી દુકાનનો દરવાજો ખોલી દુકાનમા મુકેલ આવકની બચત પેટીના રોકડા રૂ.૧,૦૦,૦૦૦ પેટી સાથે તેમજ દુકાનમાં ગોઠવેલ સિગરેટ પેકેટની ૩૦૦ ડબ્બી કિ.રૂ.૨૭૦૦૦ તથા ગુટકા પેકેટ નંગ ૧૦૦ કિ.રૂ.૧૨,૫૦૦ બીજા પડીકાના પેકેટ નંગ ૪૦ કિ.રૂ.૯,૨૦૦ તથા પણ મસાલાની પડીકીના પેકેટ નંગ ૪૦ કિ.રૂ.૯,૦૦૦ તથા તમાકુ પેકેટ નંગ ૪૦૦ કિ.રૂ.૨૦,૦૦૦ તેલના ડબ્બા કુલ ડબ્બા નંગ ૧૨ કિ.રૂ.૧૯, ૨૦૦મળી કુલ રૂપીયા ૧,૯૬,૯૦૦ ની ચોરી કરી જતા વેપારી મહેન્દ્ર ચૌહાણે ફરિયાદ નોંધાવતા તિલકવાડા પોલીસે ગુનો દાખલ કર્યો છે.જોકે આ એકજ અઠવાડિયામાં નર્મદા જિલ્લામાં એક બાદ એક અલગ અલગ જગ્યાઓ પર ચોરીઓ થયા બાદ પણ ચોરો હજુ પોલીસ પકડથી દૂર હોય પોલીસના રાત્રી પેટ્રોલિંગ પર અનેક સવાલ ઉઠી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500