ઈકરામ મલેક દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:નર્મદા જિલ્લાના મોવી ગામે લગ્ન દરમિયાન વરઘોડો ગામમાં નીકળ્યો હતો. આ વરઘોડા દરિમયાન નાચવામાં કેટલાક યુવાનો વચ્ચે બોલા ચાલી થઈ હતી,એ બોલાચાલીમાં મામલો બીચકયો હતો અને ટોળામાં એક યુવાને જયેશ રમેશ વસાવાની છાતીના ભાગે ચપ્પુથી વાર કર્યો હતો જેથી એ યુવાન ત્યાં જ બેભાન થયો હતો. ત્યારબાદ બાદ હાજર લોકો ઘાયલ જયેશને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવ્યા હતા. ત્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ટોળામાં બનેલી આ ઘટનાને પગલે આરોપીની ઓળખ થઈ શકી ન હતી. જેથી મરનાર યુવાનના પિતા રમેશ ગુરુજી વસાવાની ફરિયાદને આધારે નર્મદા પોલીસે અજાણ્યા ઇશમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.આ તપાસ માં એલ.સી.બી. પી.આઈ. એ.એમ.પટેલ અને PSI સી.એમ. ગામીત સહિતની ટીમોએ તપાસ માં લગ્નના સમયના વિડીયો ફુટેજમાં લગભગ 300 થી વધુ લોકોના ફોટો અલગ તારવ્યા અને તમામની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં નવા રાજુવાડીયા ગામ ખાતે રહેતા હિમાંશુ હસમુખભાઇ વસાવાને કડક પુછપરછ કરતા તેણે કબુલાત કરેલ કે મરનાર જયેશ સાથે લગ્નમાં નાચવા બાબતે ઝગડો થતાં ભીડનો લાભ લઇ મરનાર જયેશને છાતીના જમણા ભાગે છરો મારી એ છરો તેના પેન્ટમાં સંતાડી ભાગી ગયો હતો. પોલીસે ગુનામાં વપરાયેલ છરા સાથે હત્યારા યુવાન હિમાંશુ ની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આમ ગણતરીના કલાકોમાં નર્મદા એલસીબી પોલીસે હત્યારાને દબોચી લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application