ઈકરામ મલેક દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:કેન્દ્ર સરકાર દ્રારા ત્રણ રાષ્ટ્રીયકૃત બેંકો ના વિલીનીકરણ ના નિર્ણય બાદ બેંક ઓફ બરોડા મા દેના બેંક અને વિજયા બેંક નુ મર્જ કરવામા આવેલ છે,આ મર્જ કરવાની શાથે જ બન્ને બેંકો ના ગ્રાહકો અને કર્મચારીઓ નુ પણ આપોઆપ વિલિનીકરણ થઈ જવા પામેલ છે.હવે ખાતેદારો ના ખાતા નંબરો બદલાશે !!!?? ગ્રાહક નંબરો બદલાશે!!!?એક બેંક ની અંદર બિજી બે બેંકો ના ગ્રાહકો અને કર્મચારીઓ નુ સમાવેશ થતાં સ્વાભાવિક રીતે "વૈકુંઠ નાનુ ને વૈષ્ણવ ઝાઝા" જેવો ઘાટ સર્જાય ની ઉક્તિ ને સાચી ફેરવતા અંધાધુંધી અને અવ્યવસ્થા ના દ્રશ્યો સર્જાયા હતા. જાણવા મળ્યા મુજબ રાજપીપળા ની સ્ટેશન રોડ ની બેંક ઓફ બરોડા શાખા મા ગાંધી પેટ્રોલપંપ પાસે ની દેના બેંક નુ સમાવેશ કરાયુ છે અને બેંક ઓફ બરોડા ની વડીયા શાખા મા એમ.વી.રોડ સ્થિત વિજયા બેંકનો સમાવેશ કરાયો છે,આ શાથે જ ઓછા ભણેલા અને અભણ વૃદ્ધ અશક્ત ખાતેદારો ની કરમ કઠણાઈ નો પ્રારંભ થયો છે કારણ કે એમને સરકાર ના નિર્ણય ની અસરો સમજાવી શકે તેવી કોઈ વ્યવસ્થા ગોઠવવામાં આવી નથી અને હિન્દી ભાષી સ્ટાફ શાથે વાતચીત કરવામા ગામડાં ના ભણેલાં અને અભણ ખાતેદારો ને ખાસ્સી અગવડ પડી રહી છે, પોતાની જુની બેંક મા વર્ષો થી આવતા જતાં અને ટેવાયેલા વૃદ્ધ ખાતેદારો ના મન મા સરકાર દ્વારા ગોઠવવામાં આવેલી નવી વ્યવસ્થા થી પોતાની જમા પુંજી ને લઈને ઉચાટ અને ગભરાટ દેખાઈ રહ્યુ હતું. સરકાર નિર્ણીત આ ફેંસલા થી મર્જીત બેંકો નો સ્ટાફ પણ હવે પોતાની નોકરી ની ચિંતા ને લઈ ને તાણ મા હોય તેમ જણાઈ રહ્યું છે,સ્વાભાવિક છે કે એક મા બે નો સમાવેશ થતા વધેલાં કર્મચારીઓ ની છટણી અથવા સ્વૈચ્છિક નિવૃત્તિ ની યોજના અમલ મા મુકી સરકાર નક્કામો બોજો ઓછો કરવાની દિશા મા વિચારી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application