Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સ્ટેચ્યુ યુનિટી ના માર્ગ મા આવતા અવરોધો રુપ પાકા બાંધકામો ને તોડી પાડવાની કામગીરી સામે પ્રચંડ રોષ

  • February 05, 2020 

ઈકરામ મલેક દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:સ્ટેચ્યુ યુનિટી ને માલેતુજારો ની સહેલગાહ અને દેખાડા નો પ્રતિક બનાવવા ની આંધળી દોટ મા સ્થાનિક આદિવાસીઓ નો ખુરદો બોલાવવા મા આવી રહ્યો છે, જમીન હોય,મકાન હોય ,રોજગાર હોય કે આસ્થા ના સ્થાનો હોય, વિકાસ ની આડે આવતા અને વિદેશી પ્રવાસીઓ સામે સ્થાનિક આદિવાસી ઓ ની ગરીબી થી શરમ અનુભવતી સરકાર આદિવાસીઓ ને મૂળીયા સહીત ઉખેડી નાંખવા આદુ ખાઈ ને પાછળ પડી ગયા હોવાનું ફલિત થઈ રહ્યુ છે.સ્ટેચ્યુ ના માર્ગે આવતા અને 2019 પછી બાંધકામ કરાયેલા ગેરકાયદેસર બાંધકામો ને હટાવી લેવા માટે ના કોર્ટ ના હુકમ ની અમલવારી મા ઉતાવળા બનેલા સરકારી બાબુઓ એ અવિચારી રીતે અને જોહુકમીથી આદિવાસીઓ ના મકાનો, દુકાનો અને હંગામી વેપાર માટે ના માંડવાઓ ને તોડવા માટે જેસીબી લઈ ને મંડી પડતા વર્ષો થી હેરાન પરેશાન થઈ રહેલાં આદિવાસીઓ મા આક્રોષ ભભુકી ઉઠ્યો છે.સ્ટેચ્યુ યુનિટી ના નાયબ કલેક્ટર નિલેશદુબે ની અસાધારણ ઉતાવળ આશ્ચર્ય પમાડે તેવી છે,31મી જાન્યુઆરીએ હાઇકોર્ટે આપેલા ચુકાદા મુજબ ગ્રામજનો અને પક્ષકારો વચ્ચે કમિટી બનાવીને ફોર્મ્યુલા નક્કી કરી 10 દિવસમાં કોર્ટ સમક્ષ મૂકે,અથવા 10 દિવસ બાદ કોર્ટ ન્યાયોચિત નિર્ણય લેશે.હવે વધુ સુનાવણી 11 મી ફેબ્રુઆરીએ હાથ ધરાશે.જેમાં કોર્ટે બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ભારત ભવન સુધી જુલાઈ 2019 પછીના કોઈ બાંધકામ કર્યું હોય તો એ દબાણો દૂર કરવા હાઇકોર્ટ નો આદેશ આપ્યો છે. જયારે જડતંત્ર સ્થાનિક આદિવાસીઓની પાછળ પડી હોય તેમ લાગી રહ્યુ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application