Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાનપુરના વેપારી પિયૂષ જૈનના ઘરેથી મળ્યા 194.45 કરોડ રોકડા, 23 કિલો સોનું

  • December 28, 2021 

કાનપુરના વેપારી પિયૂષ જૈનના ઘરેથી 194.45 કરોડ રૂપિયાની કુલ રોકડ રકમ જપ્ત કરાઇ છે. તે સિવાય 23 કિલો ગોલ્ડ અને છ કરોડ રૂપિયાનું ચંદનનું તેલ પણ જપ્ત કરાયું છે. પિયૂષ જૈનને 14 દિવસ સુધી જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. ડીજીજીઆઇએ આ દરોડાની જાણકારી આપી છે.


ડીજીજીઆઇએ કહ્યું કે 22 ડિસેમ્બરના રોજ કાનપુપર કન્નૌજમાં શિખર પાન મસાલા બનાવતી ફેક્ટરી પરિસર સહિત અન્ય સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. ગણપતિ રોડ કેરિયર્સ તરફથી સંચાલિત ચાર ટ્રકોને ઇન્સરસેપ્ટ કર્યા બાદ જાણકારી મળી કે જીએસટીની ચોરી થઇ છે. બાદમાં કાનપુરમાં 22 ડિસેમ્બરના રોજ દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં અત્યાર સુધીમાં 177 કરોડ રૂપિયા રોકડા મળ્યા હતા. આ સીબીઆઇસી અધિકારીઓ દ્ધારા જપ્ત કરાયેલી સૌથી મોટી રકમ છે. તે સિવાય પરિસમાંથી જે દસ્તાવેજો મળ્યા છે તેની પણ તપાસ કરાઇ રહી છે. કન્નૌજમાં કરાયેલી રેડમાં અત્યાર સુધીમાં 17 કરોડ રૂપિયા રોકડા મળ્યા છે. સાથે 23 કિલો સોનું અને પરફ્યૂમ બનાવવામાં ઉપયોગ લેવામાં આવતો કાચો માલ પણ મળ્યો છે. અંડરગ્રાઉન્ડ સ્ટોરેજમાંથી 600 કિલો ચંદનનું તેલ મળ્યુ છે જેની કિંમત 6 કરોડ રૂપિયા છે..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application