ઈકરામ મલેક દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:કાશ્મીરમા થયેલી ભારી હિમવર્ષા ને કારણે ઉત્તર ભારત સહીત ગુજરાત મા શીતલહેર વ્યાપી જતાં લોકો ની દિનચર્યા મા કામચલાઉ આમુલ પરિવર્તન આવ્યું હતું, અને જનજીવન પ્રભાવિત થયું હતુ, વહેલી સવારે રોજગાર ની શોધ મા નિકળતા શ્રમજીવી વર્ગને ને વિશેષ રીતે હેરાન થવા નો વારો આવ્યો હતો. તા.૧૬/૦૧/૨૦૨૦ ને ગુરુવાર ના દિવસે તાપમાન નો પારો અચાનક ગગડી જતાં લોકો એ હાડ થીજવી દેતી ઠંડી નો અનુભવ કર્યો હતો, અને કામ વગર બહાર નીકળવાનું ટાળ્યું હતું, દ્વીચક્રી વાહનો ઉપર મુસાફરી કરનારા મુસાફરો કફોડી સ્થિતિમાં મુકાયા હતાં, સુસવાટા શાથે ની વિન્ડચિલ થી ઠંડી મા ઔર વધારો નોંધાયો હતો, હવામાન ખાતા ની પાંચ દિવસ કોલ્ડવેવ ની આગાહી થી આવનાર પાંચ દિવસ શિયાળો આકરો બને તેમ લાગે છે. વૃદ્ધ અશક્ત અને રસ્તે રઝળતા ગરીબ અને ફુટપાથ ઉપર સુઈ રહેતાં અસ્થિર મગજ ના લોકો ઠંડી અને ભૂખમરાથી મરણ ના પામે તે માટે તંત્ર અને સમાજ ના સેવાભાવી દાનવીરો એ આગળ આવી એમના માટે 'નાઈટ શેલ્ટર'જેવા કામચલાઉ રાત્રી રોકાણો ઉભા કરવા જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application