Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોલવણનાં તાડ ફળિયામાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો

  • July 15, 2023 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : ડોલવણનાં તાડ ફળિયામાં પત્નીએ પતિ સાથે જવાની નાં પડતા પતિએ ઉશ્કેરાઈ જઈ પત્નીની નાલાયક ગાળો બોલી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. મળતી માહિતી મુજબ, નવસારીનાં ગણદેવી તાલુકાનાં વેગામ ગામનાં વગલવાડ ફળિયામાં રહેતા હર્ષદભાઈ ભીખુભાઈ નાયકા ગત તારીખ 12/07/2023નાં રોજ સવારે 11:30 વાગે તેની પત્ની શીતલબેન હર્ષદભાઈ નાયકાને પોતાના ઘરે લઈ જવા માંગતા હતા.



પરંતુ શીતલબેનએ પતિને જણાવ્યું હતું કે, ‘મારે તારી સાથે આવું નથી’ તેમ કહેતા પતિ હર્ષદભાઈ ઉશ્કેરાઈ જઈ શીતલબેનને જેમ ફાવે તેમ નાલાયક ગાળો બોલી પેટનાં  ભાગે લાત મારી ચૂલામાંથી સળગેલું લાકડું લઈ કપાળનાં ભાગે તથા ડાબા પગના ભાગે મારતા શીતલબેન સામન્ય દાઝી ગયા હતા અને હવે પછી એકલી મળશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે શીતલબેન નાયકાએ પતિ હર્ષદભાઈ ભીખુભાઈ નાયકા (રહે.વેગામ ગામ, વાંસદા)ના વિરુદ્ધ ડોલવણ પોલીસ મથકમાં તારીખ 13/07/2023નાં ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application