તાપીમિત્ર ન્યુઝ,આહવાઃવિશ્વવંદનિય આદરણિય પૂજ્ય સંતશ્રી મોરારીબાપુના વરદ્ હસ્તે જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકને ચિત્રકૂટ ધામ, તલગાજરડા તા.મહુવા જિ.ભાવનગર દ્વારા છેલ્લા ૨૦ વર્ષથી ચિત્રકૂટ એવોર્ડ તથા રૂા.૨૫,૦૦૦/- રોકડ પુરસ્કાર અર્પણ કરવામાં આવે છે.ડાંગ જિલ્લાના વધઈ તાલુકાના ચીંચીનાગાંવઠા પ્રાથમિક શાળામાં ઉપશિક્ષક તરીકે ફરજ બજાવતા શ્રી રજનીભાઈ કાશીરામભાઈ કુંવર જેઓ ચિંચોંડ ગામના વતની છે. શાળામાં બાળકો અને સમાજ માટે થયેલ નવતર પ્રયોગો અને તેના સારા પરિણામો તેમજ શૈક્ષણિક,મેડિકલ તથા અન્ય સેવાકિય પ્રવૃત્ત્િાઓને બિરદાવી આજે તા.૧૫/૦૧/૨૦૨૦ ના રોજ ચિત્રકૂટ ધામ ખાતે પૂજ્ય મોરારીબાપુ તથા મહાનુભાવોના હસ્તે ચિત્રકૂટ એવોર્ડ તેમજ શાલ ઓઢાડી,રોકડ પુરસ્કાર આપી સન્માન કરાયું હતું.પૂજ્ય મોરારીબાપુએ જણાવ્યું હતું કે રાજ્યના તમામ શિક્ષકો શ્રેષ્ઠ છે. પરંતુ તેમાંથી શ્રેષ્ઠ પારિતોષિક મેળવનાર શિક્ષકો છે. ગુજરાતના પ્રાથમિક શિક્ષણના ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપતા શિક્ષકો પ્રત્યેક બાળકમાં રામ અને કૃષ્ણના દર્શન કરતા કરતા વશિષ્ઠ અને સાંદિપની બની જાય છે. આ સારસ્વતોનું સન્માન એક અવિસ્મરણિય ધટના બની રહેશે.ઉપશિક્ષકશ્રી રજનીભાઈએ ઋણ સ્વિકાર કરતા જણાવ્યું હતું કે શિક્ષા પ્રાપ્તિ માટે આવતા દરેક બાળકોમાં રહેલી શક્તિને પારખીને તેના વ્યક્તિત્વ ને આત્મવિશ્વાસથી ભરપૂર બનાવવાનું કાર્ય અમો કરીએ છીએ. ડાંગ જિલ્લાના બાળકો ઉત્તરોત્તર પ્રગતિ કરે અને બીજા જિલ્લાઓની હરોળમાં રહી શકે તે માટે અમો સતત માર્ગદર્શન આપીએ છીએ.ભાવવંદના ના આ પ્રસંગે સીતારામબાપુ,ધારાસભ્ય શ્રી,ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંધના પ્રમુખ શ્રી દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી સતીષભાઈ પટેલ,ખજાનચી ભાભલુભાઈ વરૂ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application