Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાહનોમાં ફાસ્ટેગ નહીં લગાવનારાને ડબલ ટોલ ટેક્સ ચૂકવવો પડશે !!

  • January 15, 2020 

નવી દિલ્હી:કેન્દ્ર સરકારે 15 જાન્યુઆરીથી ફાસ્ટેગ દ્વારા ટોલ ટેક્સ ફરજિયાત કર્યો છે. અગાઉ 15 ડિસેમ્બરથી ફાસ્ટેગ ફરજિયાત કરાયો હતો પરંતુ એક મહિનો મુદ્દત વધારી હતી. અગાઉ ટોલ પર ફાસ્ટેગનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. હવે નિયમ પ્રમાણે આજથી કોઈ વ્યક્તિ પોતાની કારમાં આ ફાસ્ટેગ નહીં લગાવે તો તેણે ડબલ ટોલ ચૂકવવો પડશે. આજથી ટોલ ટેક્સ માટે ફાસ્ટેગ અમલી બનતા અમદાવાદ અને વડોદરા એક્સપ્રેસ વે પર તેમજ અનેક ટોલબુથો પર વાહનોની કતાર લાગી હતી. High light-ફાસ્ટેગનું મહત્ત્વ:ફાસ્ટેગ ભારતમાં ઓનલાઇન વ્યવહારને પ્રોત્સાહન આપવા જ શરૂ કરાયું હતું. ફાસ્ટેગને કારની સાઇડવિન્ડો પર ચોંટાડાય છે. વાહન ત્યાંથી પસાર થાય ત્યારે ટોલબુથ પર લાગેલા કેમેરામાં એ કેદ થઇને સ્કેન થઇ જાય છે. આ પછી ટોલટેક્સ હોય તેટલી રકમ વાહનધારકમાં ખાતામાંથી કપાઇ જાય છે. જુજ સેક્ધડમાં જ આ પ્રક્રિયા પૂરી થાય છે. ફાસ્ટેગને રિચાર્જ કરી શકાય છે. અલગ અલગ બેન્કો અને ઇન્ડિયન હાઇવે મેનેજમેન્ટ કંપની અથવા નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા 28500 વેચાણ કેન્દ્રો દ્વારા ફાસ્ટેગનું વેચાણ કરાય છે. ફાસ્ટેગ વેલિડીટી પાંચ વર્ષની હોય છે. એકવાર ફાસ્ટેગ ખરીદ્યા બાદ તેને રિચાર્જ કરાવવાનું હોય છે અથવા ટોપ-અપ પણ કરાવી શકો છો. ફાસ્ટેગ માટે 200ની ફી ચૂકવવાની રહે છે. વાહનના પ્રકારના આધારે રિફન્ડેબલ સિક્યોરિટી ડિપોઝીટ નક્કી થાય છે. High light-ફાસ્ટેગ ખરીદવા જોઈતા દસ્તાવેજ ફાસ્ટેગ માટેની અરજીની સાથે વાહનનું રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ, વાહનના માલિકનો પાસપોર્ટ સાઈઝનો ફોટો તેમજ વાહનના માલિકની કેટેગરી મુજબ કેવાયસી ડોક્યુમેન્ટ જોઈએ છે. આના માટે એક ફોટો આઈડી અને સરનામાના પુરાવો અને એક પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ ફરજિયાત છે. આ સિવાય ડ્રાઈવિંગ લાયસન્સ અથવા પાનકાર્ડ, પાસપોર્ટ, મતદાર આઈડી કાર્ડ, આધાર કાર્ડ જરૂરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application